PM Modi Kaziranga Visit: PM Modi એ કાઝીરંગામાં માણ્યો જંગલ સફારીનો આનંદ, ફોટોગ્રાફી સથે આપ્યો આ સંદેશ

Sat, 09 Mar 2024-12:06 pm,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં કુદરતનો સુંદર નજારો જોયો. પીએમ મોદીએ હાથીની સવારી સાથે જીપ સફારીનો આનંદ માણ્યો હતો. તેમની યાત્રા પાર્કની અંદર સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ વિસ્તારમાં હાથી સફારીથી શરૂ થઈ હતી. બાદમાં તેઓએ જીપ સફારી પણ માણી હતી.

પીએમ મોદીએ ઘણા હાથીઓને શેરડી ખવડાવી. લખીમાઇ, પ્રદ્યુમન અને ફૂલમાઇને શેરડી ખવડાવતાં ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે 'કાજીરંગા ગેંડા માટે જાણિતું છે. પરંતુ ત્યાં ઘણી પ્રજાતિઓની સાથે-સાથે હાથીઓની પણ મોટી સંખ્યા છે. 

પીએમ મોદીએ સુંદર તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી હતી. તેમણે મહાવત પાસેથી સ્થળ વિશેની દરેક માહિતી લીધી.

PM મોદીએ સૂર્યોદયનો અદભૂત નજારો જોઈને પોતાના દિવસની શાનદાર શરૂઆત કરી.

વડાપ્રધાનની સાથે પાર્ક ડિરેક્ટર સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ પણ હાજર હતા.

પીએમ મોદીએ આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

પીએમ મોદીએ ત્યાં દરેક જગ્યાને ખૂબ જ આરામથી જોઇ હતી. 

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં દેશની જનતાને અપીલ કરતા કહ્યું કે, 'આજે સવારે હું આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં હતો. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લો અને તેના પરિદ્રશ્યોની અનોખી સુંદરતા અને આસામના લોકોની હૂંફનો અનુભવ કરો.'

યૂનેસ્કો વિશ્વ ધરોહર સ્થળની આ સાઇટ પર પોતાની પ્રથમ યાત્રામાં મોદીએ સૌથી પહેલાં પાર્કના સેંટ્રલ કોહોરા રેંજના મિહિમુખ ક્ષેત્રમાં હાથી સફારી કરી, ત્યારબાદ તે રેંજની અંદર જીપ સફારી કરી. 

તેમણે એ પણ કહ્યું કે આ એક એવી જગ્યા છે જ્યાં દરેક યાત્રા આત્માને સમૃદ્ધ કરે છે અને તમને અસમના દિલની ઉંડાઇ સાથે જોડે છે. 

દરેક પળ હરિયાણી વચ્ચે સ્થિત, આ યૂનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ રાજસી એક શીંગડાવાળા ગેંડા સહિત વિવિધ વનસ્પતિઓ અને જીવોથી સમૃદ્ધ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link