PM મોદી સોમનાથનો સુર્વણયુગ પાછો લાવશે, સોમનાથ મંદિર પરિસરની થશે કાયાપલટ

Tue, 17 Aug 2021-8:01 pm,

મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. મંદિર અને આસપાસનાં વિસ્તારોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. સોમનાથ મંદિરનું સંકુલ પણ વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. 

હાલ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ હોવાના કારણે શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર તો છે જ સાથે સાથે અન્ય કેટલાક વિકાસ કાર્યો દ્વારા તેને હવે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે પણ મોદી સરકાર કામગીરી કરી રહી છે. 

જેના ભાગ રૂપે મંદિરની આસપાસ અનેક ડેવલપમેન્ટ પણ કરવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા  ૧૦૦ કરોડ કરતા વધારે ના ખર્ચ થી તૈયાર થયેલ 4 વિકસાત્મક કાર્યોનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું ખાતમુહર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. 

સોમનાથ મંદિર નજીક 49 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક સમુદ્રદર્શન વોક વે, જુના સોમનાથ તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ થયેલ મંદિરનું લોકાર્પણ પણ કરશે. 

સોમનાથના તમામ ઘન કચરાનો નિકાલ કરતો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સોમનાથ કલાકેન્દ્રમાં બનેલ પૌરાણિક સંગ્રહાલયનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કરશે. 

આ ઉપરાંત 30 કરોડના ખર્ચે બનનાર પાર્વતીમંદિરનું ખાતમુહર્ત કરાશે. કુલ ૧૦૦ કરોડ કરતા વધારે રકમના ખર્ચે બનનાર કામોનું વડાપ્રધાન 20 ઓગસ્ટના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરશે. 

આ કાર્યક્રમ સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે. આ તકે વડાપ્રધાન સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ સમયે મુખ્યમંત્રી વિજયરૂપાણી સહીત અનેક નેતાઓ હાજર રહેશે. 

સોમનાથ ટ્રસ્ટ દ્વારા થયેલ 4 વિકસાત્મક કાર્યોનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી માધ્યમથી કરશે. 

વિગતવાર જોવામાં આવે તો સોમનાથ મંદિર નજીક 49 કરોડ ના ખર્ચે બનેલ અત્યાધુનિક સમુદ્રદર્શન વોક-વે સહિત, જુના સોમનાથ તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ  કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ પીએમ મોદી કરવાના છે.

સોમનાથના તમામ ઘન કચરાનો નિકાલ કરતો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. સોમનાથ કલાકેન્દ્રમાં બનેલ પૌરાણિક સંગ્રહાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે. 

આ સાથે જ 30 કરોડના ખર્ચે બનનાર પાર્વતી મંદિરનું ખાતમુહૂર્ત કરાશે. આમ કુલ 80 કરોડથી વધુના ખર્ચે બનનાર પ્રોજેકટનું આગામી 20 ઓગસ્ટે પ્રધાનમંતરી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે.

હાલ તો શ્રાવણ મહિનો હોવાનાં કારણે પહેલાથી જ શ્રદ્ધાળુઓની મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે. નવા પ્રકલ્પો અંગે પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સોમનાથ મંદિરને નવા વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે ત્યારે પ્રભાસપાટણ ક્ષેત્રના લોકો અને ટ્રસ્ટીઓ સહિત તંત્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ મહિનામાં લોકાર્પણ છે તેવામાં સોનામા સુગંધ ભળે તેવી સ્થિતિ છે જેના પગલે મહાદેવની નગરી સોળે કળાએ ખીલી ઉઠી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link