કેવું હશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, તસવીરો જોઈને કહેશો ભાવનગર નહિ દૂબઈ છે

Sun, 25 Sep 2022-9:41 am,

ડિસેમ્બર 2019માં, કન્સોર્ટિયમે ભાવનગર પોર્ટની ઉત્તર બાજુએ CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલના વિકાસ માટે GMB (ગુજરાત મેરિટાઇમ બોર્ડ)ને પ્રોજેક્ટ પ્રપોઝલ રજૂ કરી હતી. ગુજરાત સરકારે પ્રોજેક્ટની દરખાસ્ત સ્વીકારી અને GMBએ સપ્ટેમ્બર 2020માં ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ (BPIPL)ના નામે એક લેટર ઑફ ઈન્ટેન્ટ (LOI) જારી કર્યો હતો, જે કન્સોર્ટિયમ દ્વારા રચવામાં આવેલ સ્પેશિયલ પર્પસ વ્હીકલ છે.

આ બંદર ₹4024 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને તેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત આ પોર્ટ ભાવનગર જિલ્લાની ભાવિ જરૂરિયાતો અને આગામી પ્રોજેક્ટસ્ જેમ કે વાહન સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન, અન્ય મેગા પ્રોજેક્ટ્સ અને ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટેની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

આ બંદરમાં અંત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ, મલ્ટીપર્પસ ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ પણ હશે, જે હાલના રોડવે અને રેલ્વે નેટવર્કને સૌથી મોટા ઔદ્યોગિક ઝોન, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને દેશના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારો સાથે જોડતી સીધી ડોર-સ્ટેપ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ બંદર ઓછા આંતરિક અંતરની મુસાફરીમાં વધુ કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગ સાથે ઘણા આર્થિક લાભો અને ખર્ચમાં પણ બચત કરી આપશે. આ બંદર 1100 જેટલા લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવામાં મદદ કરશે અને આનુષંગિક પોર્ટ સંબંધિત સેવાઓની તકોમાં પણ વધારો કરશે.

તદુપરાંત, CNG ઇમ્પોર્ટ ટર્મિનલ ક્લીન એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ઊર્જાનો વધારાનો વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડશે. પ્રમોટર્સ દ્વારા UAE ના રાસ અલ ખાઈમાહ સ્થિત RAK ગેસ સાથે સીએનજીના પુરવઠા અને સીએનજી નિકાસ ટર્મિનલના વિકાસ માટે પહેલેથી જ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. CNG ની સપ્લાય મિકેનિઝમ એકવાર કાર્યરત થઈ જાય તો તે ક્રાંતિકારી વાત હશે, જે ભારતને નાના પાયાના અને વણવપરાયેલા ગેસના જથ્થાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે.

પોર્ટનું બાંધકામ લગભગ વર્ષ 2023ના પ્રથમ 6 મહિનાની અંદર શરૂ થઈ થશે અને 2026માં આ બંદર કાર્યરત થઈ જશે. આ સાથે જ, વડાપ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજિયોનલ સાયન્સ સેન્ટર - RSC)નું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડના ખર્ચે બનેલું છે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (RSC) ભાવનગર દાસ નાળા, ખુમ્બરવાડા ચોકડી, નારી ગામ, અમદાવાદ હાઈવે, ભાવનગર પાસે આવેલું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link