કેડિલા પ્લાન્ટની અંદરની તસવીરો, જ્યાં પીએમ મોદીએ કર્યું કોરોના વેક્સીનનું નિરીક્ષણ

Sat, 28 Nov 2020-12:09 pm,

ઝાયડસ કેડિલાના પ્લાન્ટ પર પીએમ મોદીએ 40 મિનીટ સુધી બેઠક કરી હતી, જેમાં પ્રધાનમંત્રી સાથે ચેરમેન પંકજ પટેલ અને વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. તેના બાદ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું

પીએમ મોદીએ કંપનીના બાયોલોજિકલ પ્લાન્ટમા ફરીને નિરીક્ષણ કર્યું હતું. જેમાં કોરોના વેક્સીનના ક્લિનિકલ ડેવલપમેન્ટ પર પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. કેડિલાના ચેરમેન પંકજ પટેલેને તેઓને રસીની તમામ માહિતી પૂરી પાડી હતી. 

પંકજ પટેલે તેઓને કંપની દ્વારા બનાવાયેલી વેક્સીનની સમગ્ર માહિતી આપી હતી. વેક્સીનની બનાવટથી લઈને તે કેવી રીતે કામ કરશે તે તમામ માહિતી મેળવી હતી. રસીના પરીક્ષણ અને ડિસ્ટ્રીબ્યુશન અંગે પણ ચર્ચા કરી હતી

પ્લાન્ટ પર પહોંચ્યા બાદ પંકજ પટેલના પરિવાર દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું હતું. તો શર્વિલ પટેલના બાળકો સાથે પ્રધાનમંત્રીએ નાનકડો વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનંમંત્રીને બાળકો પહેલેથી જ વ્લાહા છે, તેથી તેઓ પ્લાન્ટમાં શર્વિલ પટેલના બાળકો સાથે જોવા મળ્યા 

પીએમ મોદીએ પ્લાન્ટમાં પંકજ પટેલ, શર્વિલ પટેલ તથા વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી. જેમાં તેઓએ કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીન વિશેની માહિતી મેળવી

પીએમઓ દ્વારા ટ્વીટ કરાઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે. તેઓ અમદાવાદના ઝાડયસ કેડિલા પાર્ક (zydus cadila), હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જશે

અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે. ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે પીએમ મોદીએ આજે પ્લાન્ટની વિઝીટ કરી હતી. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link