ના હોય! તમે આજ દિન સુધી ક્યારેય ન જોયું હોય તેવું સુરતમાં બ્રોચ તૈયાર કરાયું, PM મોદીને ભેટ સ્વરૂપે અપાશે
9.50 કેરેટના 1200 રીયલ ડાયમંડ જડિત આ બ્રોચને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે અને દેશના ભવિષ્યના તમામ વડાપ્રધાન શપથ વખતે આ બ્રોન્ચ પહેરે તેવી આ બ્રોચ બનાવનાર મહિલા ઉદ્યોગપતિ પ્રીતિ ભાટિયાની ઈચ્છા છે. આ બ્રોચની ખાસિયત એ છે કે, આ બ્રોચને ફેરવશો તો નવા સંસદ ભવનની ડિઝાઈન તેમજ અશોકસ્તંભ સ્તંભ જોવા મળે છે.
આ બ્રોચના બોક્સને પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિઝાઇન તૈયાર કરવામાં મહિલા ડિઝાઇનરોનો સિંહ ફાળો છે. પંદર દિવસ સુધી રાત દિવસ મહેનત કર્યા બાદ જ આ ફાઈનલ લુકમાં તૈયાર થયો છે.
પ્રીતિ ભાટિયાએ જણાવ્યું હતું કે, માત્ર 15 દિવસમાં ડિઝાઇન તૈયાર કરીને આ બ્રોન્ચ તૈયાર કરવામાં આવ્યું છે. પીએમ મોદીના રાષ્ટ્રહિત લક્ષીકાર્યો તેમજ તેઓ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, આ બંનેથી પ્રભાવિત થઈને આ બ્રોન્ચ તૈયાર કર્યું છે. 9.50 કેરેટના 1200 હીરા છે રોઝ ગોલ્ડમાં આ તૈયાર કરવામાં આવ્યું છે. ચારે સિંહની આંખોમાં લીલા રંગના એમરલ ડાયમંડ જોવા મળશે જે એક સમૃદ્ધિના પ્રતીક છે.
બ્રોન્ચની ડિઝાઇન પણ ખૂબ જ ખાસ છે, હાલ જે નવા સંસદ ભવન તૈયાર થઈ રહ્યો છે તેની પ્રતિકૃતિ પણ આ બ્રોન્ચમાં જોવા મળશે. મધ્યમાં અશોક ચક્ર સ્પષ્ટપણે જોવા મળશે. જ્યારે આ બ્રોન્ચને મધ્યમાં આવેલા સર્કલને ફેરવી શકાશે. નવા સંસદ ભવન અને ત્યાર પછી અશોક ચક્ર જોવા મળશે. અશોક ચક્ર માટે ખાસ હીરા લગાડવામાં આવ્યા છે અશોક ચક્રમાં નીલમમાં લગાડવામાં આવ્યા છે જે તેને વધુ આકર્ષક બનાવે છે અને આ એક શક્તિનું પ્રતીક છે.