Somnath Temple Development: PM મોદી પાર્વતી મંદિરનો કરશે શિલાન્યાસ, મંદિર પરિસરની થશે કાયાપલટ

Wed, 18 Aug 2021-8:07 pm,

આ પ્રોજેક્ટ અંતર્ગત સોમનાથ મંદિર પરિસર, સોમનાથ મંદિર પ્રદર્શન કેન્દ્ર (Somnath Exhibition Centre) અને જૂના સોમનાથ મંદિરનું (Old Somnath Temple) પુન:નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી પાર્વતી મંદિરનો (Parvati Temple) શિલાન્યાસ પણ કરશે.

સોમનાથ મંદિરને નવા વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે ત્યારે પ્રભાસપાટણ ક્ષેત્રના લોકો અને ટ્રસ્ટીઓ સહિત તંત્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શ્રાવણ મહિનામાં લોકાર્પણ છે તેવામાં સોનામા સુગંધ ભળે તેવી સ્થિતિ છે જેના પગલે મહાદેવની નગરી સોળે કળાએ ખીલી ઉઠી છે. સોમનાથ મંદિર પરિસર 47 કરોડથી વધુના ખર્ચે પ્રસાદ (Pilgrimage Rejuvenation and Spiritual, Heritage Augmentation Drive) યોજના હેઠળ વિકસાવવામાં આવશે.

ટુરિસ્ટ સુવિધા કેન્દ્રના પરિસરમાં વિકસિત સોમનાથ પ્રદર્શન કેન્દ્ર, જૂના સોમનાથ મંદિરના વિખરાયેલા ભાગો અને જૂના સોમનાથના નગર સ્ટાઈલના મંદિર સ્થાપત્ય ધરાવતા તેના શિલ્પોનું પ્રદર્શન દર્શાવે છે.

જૂના સોમનાથના પુન:નિર્માણિત મંદિર પરિસરને 3.5 કરોડના કુલ ખર્ચ સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ મંદિરને અહિલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે ઇન્દોરના રાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

જ્યારે તેમણે જોયું કે જૂનું મંદિર ખંડેર છે. યાત્રાળુઓની સલામતી માટે અને વિસ્તૃત ક્ષમતા સાથે સમગ્ર જૂના મંદિર સંકુલનો પુન:વિકાસ કરવામાં આવ્યો છે.

30 કરોડના કુલ ખર્ચ સાથે પાર્વતી મંદિરનું નિર્માણ કરવાની દરખાસ્ત છે. તેમાં સોમપુરા સલાટ સ્ટાઈલમાં મંદિર નિર્માણ, ગર્ભ ગૃહ અને નૃત્ય મંડપનો સમાવેશ થશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય પ્રવાસન મંત્રી સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link