‘પાકિસ્તાની બહેન’નો PM મોદી પ્રત્યે અનોખો પ્રેમ, જુઓ તસવીરો...

Wed, 14 Aug 2019-5:14 pm,

મોદીજી સાથેની ચર્ચાને યાદ કરતા તેમણે કહ્યું કે, મારા પતિ પેઇન્ટર છે, તેથી તેમની પાસેથી અમે આ સલાહ લઇ છે કે પેઇન્ટિંગનું એક્ઝિબિસન ક્યાં કરીએ અને કોની પાસે કરાવીએ. કરંટ ટોપિક પર પેઇન્ટિંગ બનાવવાની સલાહ તેમણે આપી હતી. ત્યારબાદ ગાંધીજીથી લઇને ટેરેરિઝ્મ સુધીની પેઇન્ટિંગ બનાવી હતી જેની પ્રશંસા લોકોએ કરી હતી. આ સાથે જ મોદીજી જેમની સાથે સંબંધ બનાવે છે તેને કેવી રીતે યાદ કરે છે અને સંબંધ કઇ રીતે નિભાવે છે. તેના પર તેમણે કહ્યું કે, એક વખત રક્ષાબંધન પર હું તેમને રાખડી બાંધવા નહોતી આવી, તો થોડા દિવસ પછી તેઓ સામેથી આવ્યા અને તેમણે મને પૂછ્યું કે, આ વર્ષે બહેન તું કેમ આવી નહીં? આ વાત મારા મનમાં હમેશા યાદ રહેશે.

હું હમેશા તેમના માટે પ્રાર્થના કરું છું કે, તેમનું સ્વાસ્થ્ય હમેશા તંદુરસ્ત રહે. કેમ કે જે રીતે તેમણે વિશ્વમાં તેમનું નામ બનાવ્યું છે એવું જ કામ કરે, કેમ કે જ્યારે પણ તેમને મળીને હું બહાર નીકળું છું તો એક અલગ જ નવા જોશ સાથે હું બહાર નીકળું છું. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, કલમ 370 રદ્દ કરવાનો નિર્ણય માત્ર કાશ્મીરના ભાઇઓ અને બહેનો માટે નથી પરંતુ સમગ્ર દેશના હિતનો નિર્ણય છે. આ નિર્ણયથી કાશ્મીર ફરીથી જન્નત બનશે અને ત્યાં વિકાસ થશે તો કાશ્મીરમાં રોજગારની તકો ઉભી થશે.

તો બીજી તરફ કમર જહાંના પતિ મોહસિન શેખે પણ Zee મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મોદીજી હમેશાથી એક એવા વ્યક્તિ રહ્યાં છે જેઓ હમેશાં બેધડક નિર્ણય લેતા હોય છે. તેઓ હમેશાં એવા કડવા નિર્ણય લેતા હોય છે જે લોકોના હિતમાં હોય છે. કેટલીકવાર તેમના નિર્ણય સામેવાળાને કડવી વાસ્તવિકતા જેવા લાગે છે પરંતુ તે નિર્ણય રાષ્ટ્રના હિતનો હોય છે. હું ગર્વ અનુભવું છું કે, વર્ષોથી હું તેમને ઓળખું છું. તેમની પાસેતી આટલા વર્ષોમાં મને ઘણું શીખવા મળ્યું છે.

હું જે પણ છું આજે તેમના કારણે છું. તેમના પ્રોત્સાહનથી મેં રાષ્ટ્રહિતની પેઇન્ટિંગો બનાવવાનું શરૂ કર્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, જ્યારે તેઓ બેગ લઇને ફરતા હતા ત્યારથી જ તેમના નિર્ણય એટલા સખત હતા કે તેઓ હમેશા લોકોનું સારૂ ઇચ્છતા હોય છે. આ સાથે જ તેમણે 370 રદ્દ કરવાના નિર્ણય પર કહ્યું કે, જ્યારથી બ્રહ્માંડની રચના થઇ છે, ત્યારથી જ કાશ્મીર ભારતનું અંગ છે. પાકિસ્તાનને ગેરસમજ છે કે, કાશ્મીર ભારતનું અંગ નથી. પરંતુ પાકિસ્તાન પણ ભારતનું જ એક અંગ છે.

70 વર્ષ પહેલા જે અલગ થયું હતું. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનની જનતા પણ મોદીજીનું કામ જોઇને તેમના શાસકો પાસે ભારતનો ભાગ બનાવાની માગ કરશે, કેમકે દરેકને અમન, ચેન અને શાંત દેશ જોઇએ છે અને તે થશે અખંડ ભારતથી. આ સાથે જ પીએમ મોદીના 100 વર્ષની ઉંમરની પ્રાર્થના કરતા કહ્યું કે, મોદીજીએ જે રીતે વિશ્વમાં દેશ અને તેમનું નામ ઉપર લાવ્યા છે બધા પ્રાર્થના કરશે અને તેમને નોબલ પુરસ્કાર મળવો જોઇએ. કેમકે, તેઓ ભગવાન નથી પરંતુ ભગવાન કરતા ઓછા નથી. જે હમેશાથી પ્રજાના હિતના કામ કરતા આવ્યા છે અને તેમાં વિશ્વ પણ તેમનો સાથ આપી રહ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link