PHOTOS: PM મોદીએ જવાનો સાથે ઉજવી દિવાળી, જવાનોને દેશનું `સુરક્ષા કવચ` ગણાવ્યા

Thu, 04 Nov 2021-5:56 pm,

નવી દિલ્હી: જવાનો સાથે દિવાળી ઉજવવાની પરંપરા જાળવી રાખતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચ્યા. પીએમ મોદીએ કહ્યું કે ભારતે બદલતી દુનિયા અને યુદ્ધની બદલાતી રીતો મુજબ પોતાની સૈન્ય ક્ષમતાઓ વિક્સિત કરવી પડશે.

પીએમ મોદીએ દિવાળીના અવસરે જવાનોને સંબોધન કર્યું અને કહ્યું કે સંચાર સુવિધાઓ અને સેનાની તૈનાતી વધારવ માટે સરહદી વિસ્તારોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સિત કરાયા છે. તેમણે સર્જિકલ સ્ટ્રાઈકમાં અહીંની બ્રિગેડ તરફથી નિભાવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી. 

પીએમ મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી 

પૂર્વ સૈનિકોનું પણ પીએમ મોદીએ સન્માન કર્યું અને તેમની સાથે સંવાદ કર્યો. 

પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીએ 2014માં સિયાચિનની મુલાકાત લીધી હતી. ત્યારથી તેઓ દર વર્ષે દિવાળી પર સરહદે જવાનો સાથે તહેવાર ઉજવે છે. 

પીએમ મોદીએ નૌશેરામાં જવાનોના મો મીઠા કરાવ્યા અને દિવાળીની ઉજવણી કરી. જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે જવાનો તેમનો પરિવાર છે જેમની સાથે તેમણે દરેક દિવાળી ઉજવી છે. તેમણે જણાવ્યું કે પહેલા ગુજરાતના સીએમ તરીકે અને ત્યારબાદ પીએમ તરીકે તેમણે દરેક દિવાળી પોતાના આ પરિવાર સાથે જ ઉજવી છે. 

પીએમ મોદીએ જવાનો વચ્ચે ભારતની મજબૂત છબીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ગર્વ સાથે કહ્યું કે ભારત આજથી હજાર વર્ષ પહેલા પણ અમર હતું અને આવનારા હજાર વર્ષ પણ અમર રહેવાનું છે. 

ભારતે જમ્મુ  અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં એક સૈન્ય અડ્ડા પર આતંકવાદી હુમલાના જવાબમાં નિયંત્રણ રેખા પાર 29 સપ્ટેમ્બર 2016ના રોજ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. મોદીએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક બાદ અહીં આતંકવાદ ફેલાવવાની કોશિશ કરાઈ જેનો જડબાતોડ જવાબ અપાયો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link