PM મોદીએ અચાનક લેહ પહોંચી વધાર્યો જવાનોનો જુસ્સો, ચીનને આપ્યો આ સ્પષ્ટ સંદેશ!, ખાસ જુઓ PHOTOS

Fri, 03 Jul 2020-12:23 pm,

પીએમ મોદીએ અચાનક લદાખની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેમની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે પણ છે.

પીએમ મોદીએ લદાખની ફોરવર્ડ લોકેશન, નીમુ પર સૈનિકો સાથે મુલાકાત કરી. અહીં સેના ઉપરાંત ઈન્ડો તિબ્બત બોર્ડર પોલીસ (ITBP) અને એરફોર્સના જવાન પણ તૈનાત છે. નોંધનીય છે કે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હાલ લદાખ અને ચીન સરહદે લગભગ 45000 જવાનો તૈનાત છે. 

11000 ફૂટની ઊંચાઈ પર આવેલી નીમુ પોસ્ટ પર પહોંચવું ખુબ મુશ્કેલ છે. તેની ટેરેન ખુબ કપરી છે અને જંસ્કાર રેન્જથી ઘેરાયેલી છે. આ પોસ્ટ સિંધુ નિદીના કિનારાઓ પર સ્થિત છે. 

નીમુમાં પીએમ મોદીએ જવાનોને સંબોધન કર્યું અને જે તસવીરો સામે આવી છે તેમાં ભારતીય સૈનિકો અનુશાસનમાં તથા કોરોના વાયરસને પગલે સાવધારી વર્તીને બેઠેલા જોવા મળ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link