Tokyo Paralympics: PM મોદીએ પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે કરી મુલાકાત, જુઓ PHOTOS
પેરા બેડમિન્ટન ખેલાડી સુહાસ એલ યથિરાજે પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એસએલ 4 વર્ગની સેમીફાઈનલમાં ઈન્ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાનને 21-9, 21-15થી હરાવીને તેમણે સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. તેઓ નોઈડાના ડીએમ છે.
કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિન્ટનના પુરુષ સિંગલ્સ એસએચ6ની ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો. નાગરે પુરુષ સિંગલ્સની ફાઈનલમાં હોંગકોંગના ચુ માન કાઈને હરાવ્યો. નોંધનીય છે કે બીજા ક્રમના કૃષ્ણાએ ગ્રુપ બીમાં પોતાની બંને મેચ જીતીને સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. ત્યારબાદ સેમી ફાઈનલમાં ગ્રેટ બ્રિટનના ક્રિસ્ટન કુમ્બ્સને હરાવીને ફાઈનલમાં જગ્યા પાક્કી કરી હતી.
યુવા પેરા બેડમિન્ટન ખેલાડી પલક કોહલી ભલે પદક ન જીતી શકી પરંતુ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું. એસયુ5 વર્ગમાં પલક કોહલી મહિલા સિંગલ્સની ક્વોર્ટર ફાઈનલમાં પહોંચી હતી. જ્યારે પ્રમોદ ભગત સાથે મિક્સ્ડ ડબલ્સની બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચી હતી જો કે ત્યાં હારનો સામનો કરવો પડ્યો.
ટોક્યો પેરાલિમ્પિકમાં આ વખતે ભારતે 54 ખેલાડીઓનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ મોકલ્યું હતું. આ દરમિયાન ભારતે એથેલેટિક્સમાં સૌથી વધુ 8, શુટિંગમાં પાંચ, બેડમિન્ટનમાં ચાર, ટેબલ ટેનિસ અને આર્ચરીમાં એક એક મેડલ જીત્યો