Surat Diamond Bourse: દુનિયાના સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જનું આજે PM મોદી કરશે ઉદ્ધાટન, સુરતમાં બનેલા આ ડાયમંડ બુર્સની ખાસિયતો જાણો

Sun, 17 Dec 2023-7:39 am,

Surat Diamond Bourse: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુનિયાના સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી સુરત ડાયમંડ  બુર્સ અને સુરત એરપોર્ટ પર એક નવા એકીકૃત ટર્મિનલ ભવનનું પણ ઉદ્ધાટન કરશે. 3400 કરોડ રૂપિયાના ખર્ચે 35.54 એક જમીન પર બનેલું સુરત ડાયમંડ બુર્સ કાચા અને પોલીશ કરાયેલા હીરાના કારોબારનું એક વૈશ્વિક કેન્દ્ર બનવા માટે તૈયાર છે. 

અસલમાં સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય હીરા અને દાગીનાના કારોબાર માટે દુનિયાનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. અહીં કાચા અને પોલીશ કરાયેલા હીરાની સાથે સાથે દાગીનાના વેપારનું એક વૈશ્વિક કેન્દ્ર હશે. આયાત અને નિકાસ માટે એક્સચેન્જમાં અત્યાધુનિક 'કસ્ટમ ક્લિયરન્સ હાઉસ' સામેલ હશે. તેમાં રીટેલ દાગીના વેપાર માટે આભૂષણ મોલ, આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વોલ્ટની સુવિધા હશે. 

સુરત ડાયમંડ એક્સચેન્જ આંતરરાષ્ટ્રીય હીરા અને આભૂષણ કારોબાર માટે દુનિયાનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. તે કાચા અને પોલીશ કરાયેલા હીરાની સાથે સાથે દાગીનાના વેપાર માટે એક વૈશ્વિક કેન્દ્ર હશે. 

બીજી બાજુ એક નવું એકીકૃત ટર્મિનલ ભવન વ્યસ્ત સમયગાળા દરમિયાન 1200 ઘરેલુ મુસાફરો અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને સંભાળવા માટે સક્ષમ છે અને તેમાં આ સમય દરમિયાન પોતાની ક્ષમતાને 3000 મુસાફરો સુધી વધારવાની વ્યવસ્થા પણ છે. 

આ સાથે જ આ એરપોર્ટની મુસાફરોને સંભાળવાની વાર્ષિક ક્ષમતા વધીને હવે 55 લાખ મુસાફરો સુધી થઈ ગઈ છે. સુરત શહેરના પ્રવેશ દ્વાર સ્વરૂપમાં ટર્મિનલ ભવનને તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસા સાથે ડિઝાઈન કરાયું છે. 

એવું કહેવાય છે કે સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગની જેમ જ પંચધાતુથી સુરત ડાયમંડ  બુર્સ મોડલ પણ તૈયાર કરાયું છે. સુરત ડાયમંડ બુર્સમાં 14-14 માળના 9 ટાવર બનેલા છે. બરાબર એ જ રીતે પંચધાતુથી તૈયાર કરાયેલા સુરત ડાયમંડ બુર્સ મોડલમાં પણ 9 ટાવર બનાવવામાં આવેલા છે. 

ડાયમંડ સિટીના નામથી જાણીતા સુરત માટે આ મોટી ભેટ છે. સુરત બાદ પીએમ મોદી રવિવારે જ વારાણસી માટે પણ રવાના થશે. ત્યાં તેઓ નમો ઘાટ પર કાશી તમિલ સંગમમ-2023નું ઉદ્ધાટન કરશે અને કન્યાકુમારી-વારાણસી તમિલ સંગમમ ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link