ફાઈવસ્ટાર હોટલ જેવી છે નવી બનેલી યુએન મહેતા હોસ્પિટલ, આવતીકાલે PM કરશે ઈ-લોકાર્પણ

Fri, 23 Oct 2020-2:06 pm,

યુ.એન.મેહતા હોસ્પિટલની વાત કરીએ તો, હાલ 450 બેડની સુવિધાને બદલે 1251 બેડ સાથે બનીને તૈયાર થઈ ચૂકી છે. નવી તૈયાર થયેલી આ બાળ હૃદયરોગ હોસ્પિટલની વાત કરીએ તો 8 માળની ઈમારતમાં 8 લાખ ચોરસફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. નવા રંગરૂપ સાથે તૈયાર થયેલી આ યુ.એન. મહેતા હોસ્પિટલમાં હાઈફાઈ ટેકનોલોજી સાથે સુવિધા ઉભી કરાઈ છે. 

આ વિશે યુએન મહેતા હોસ્પિટલના આરએમઓ કૌશિક બારોટ જણાવે છે કે, આ હોસ્પિટલ રૂપિયા 470 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. જેમાં 450 બેડથી વધીને 1251 બેડની સુવિધા હવે મળતી થશે. 8 માળની ઈમારતમાં 8 લાખ ચોરસફુટમાં અદ્યતન બાંધકામ કરાયું છે. બિલ્ડીંગમાં વીજળી બચતનું પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી ગ્રીહા તરફથી તેને 3 સ્ટાર રેટિંગ મળ્યું છે. 

બાળકોનાં હૃદયરોગ માટેની આ હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક સુવિધા છે. અદ્યતન પીડિયાટ્રિક, નિયોનેટલ અને એડલ્ટ કાર્ડિયાક મોડ્યુલર ઓપરેશન થિયેટર, અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને ઇલેક્ટ્રોફીઝિયોલોજી, હાઈટેક ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ (લેબોરેટરી અને ફાર્મસી માટે), નવા અદ્યતન સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ, એડવાન્સ કાર્ડિયાક આઈ.સી.સી.યુ. ઓન વ્હીલ, ટેલી કાર્ડિયોલોજી મોબાઈલ એપ્લિકેશન, મિકેનિકલ એલિવેટર કાર પાર્કિંગની સુવિધા અહી  ઉપલબ્ધ છે. 

આ વર્ષની શરૂઆતમાં જ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ હતી. ફેબ્રુઆરી મહિનામાં જ ઈનોગ્રેશન થવાનું હતું, પરંતુ કોરોનાના લોકડાઉનને ઈનોગ્રેશન રહી ગયું. જોકે, આ જ બિલ્ડીંગમાં કોરોના વોર્ડ પણ શરૂ કરાયો હતો. ત્યારે હવે કોરોનાનો કહેર ઓછો થતા આ બિલ્ડીંગમાં કોરોનાની સારવાર થતી નથી.

પીએમ મોદીના લોકાર્પણ બાદ આ હોસ્પિટલ સારવાર માટે ખુલ્લી મૂકાશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link