PM મોદીના જન્મદિવસ પર જાણો તેમના જીવનની આ 5 Untold Stories તસવીરો સાથે
આઝાદીના 56 વર્ષ બાદ પીએમ મોદી એક સ્વતંત્રતાસેનાનીના અસ્થિ લેવા સ્વિટ્ઝરલેન્ડ ગયા હતાં. એટલું જ નહીં તેમની યાદમાં એક શાનદાર ઈમારત પણ તેમના ગામમાં બનાવડાવી હતી. આ સ્વતંત્રતાસેનાનીનું નામ છે શ્યામજી કૃષ્ણ વર્મા. વિદેશી ધરતી પર ભારતીય ક્રાંતિકારીઓના સૌથી મોટા મદદગાર, મેન્ટર. શ્યામજી કૃષ્ણ વર્માએ પોતાની જીવનભરની કમાણીથી લંડનમાં ઈન્ડિયા હાઉસ બનાવ્યું હતું અને ભારતીય ક્રાંતિકારીઓ યુવાઓને લંડનમાં અભ્યાસ માટે અનેક સ્કોલરશીપ પણ શરૂ કરી હતી. ભણવા આવતા યુવાઓને તેઓ ઈન્ડિયા હાઉસમાં રહેવાની સગવડ કરતા હતાં. તેમની સ્કોલરશિપથી જ વીર સાવરકર જેવા ક્રાંતિકારી લંડન પહોંચ્યા હતાં. મદનલાલ ધીંગરા જેવા અનેક ક્રાંતિકારીઓને ત્યાં શરણ મળી અને ત્યાથી સાવરકરે ઈંગ્લેન્ડ અને યુરોપના ક્રાંતિકારીઓને એકજૂથ કર્યા તથા ભારતના ક્રાંતિકારીઓને તમામ પ્રકારની મદદ કરી.
શ્યામજી કૃષ્ણ વર્મા 1907માં સાવરકરને ઈન્ડિયા હાઉસની જવાબદારી સોપીને પેરિસ નીકળી ગયા. ત્યા પ્રથમ વિશ્વ યુદ્ધમાં ફ્રાન્સ અને બ્રિટનની મિત્રતા થઈ ગઈ અને ત્યાંથી પત્ની ભાનુમતિ સાથે તેઓ સ્વિટ્ઝરલેન્ડ જતા રહ્યાં. ત્યાં તેમણે એક અસ્થિ બેંક સેન્ટ જ્યોર્જ સીમેટ્રીમાં ફી જમા કરાવીને તેમને ભલામણ કરી કે તેઓ પતિ પત્ની બંનેના અસ્થિઓને સંભાળીને રાખશે. આઝાદી બાદ કોઈ દેશભક્ત આવશે અને તેમની અસ્થિઓને માદરે વતન લઈ જશે. પરંતુ આઝાદી બાદ અનેક સરકાર આવી અને ભૂલી ગઈ. 22 ઓગસ્ટ 2003ના રોજ મોદી જીનેવાથી તેમના અને તેમના પત્નીના અસ્થિઓ લઈને આવ્યાં. ત્યારે તેઓ ગુજરાતના સીએમ હતા.
ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થાન માંડવીમાં તેમની યાદમાં એવું જ ઈન્ડિયા હાઉસ બનાવડાવ્યું. જેને નામ આપવાનાં આવ્યું ક્રાંતિ તીર્થ. લોકો માને છે કે પીએમ મોદીનો દાઢીવાળો લૂક શ્યામજી કૃષ્ણ વર્માથી પ્રેરિત છે. સત્ય મોદી વધુ સારી રીતે જાણે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે 30 માર્ચ 1930ના રોજ શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ થયું હતું તો ભગત સિંહ લાહોરમાં જેલમાં સાથીઓ સાથે શોકસભા રાખી હતી.
આ ખરેખર ચોંકાવનારી વાત છે કે જે જાટ રાજાએ અટલ બિહારી વાજપેયી જેવા ભાજપના દિગ્ગજ નેતાને આટલી મોટી સજ્જડ હાર આપી તેમના મોદી ખુલીને વખાણ કરે. તે પણ કાબુલની સંસદમાં. તમને જાણીને નવાઈ લાગશે કે જે રાજા લોકસભા ચૂંટણીમાં મતગણતરીમાં નંબર વન આવ્યાં હતાં તે ચૂંટણીમાં અટલજીની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી અને તેઓ ચોથા નંબરે આવ્યા હતાં. કોણ હતા આ રાજા? આ જાટ રાજા હતાં મહેન્દ્ર પ્રતાપ. યુપીમાં હાથરસના મુરસાનના રહીશ.
રાજા મહેન્દ્ર પ્રતાપ આજકાલ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે લોકોને હવે ખબર પડી છે કે તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે પોતાની જમીન 99 વર્ષ માટે ભાડેપટ્ટે આપી હતી. પરંતુ દેશના ઈતિહાસમાં રાજા એટલા માટે ઓળખાય છે કારણ કે તેમણે પહેલીવાર દેશની અનિર્વાસિત સરકારની જાહેરાત કરી હતી અને આ સરકાર અફઘાનિસ્તાનના કાબુલમાં બનાવવામાં આવી હતી. કાયદેસર રીતે કેબિનેટ મંત્રીઓ સાથે પૂરી સરકાર બનાવવામાં આવી હતી. જેમના રાષ્ટ્રપતિ તેઓ પોતે હતાં. નોબેલ પુરસ્કારના ઈતિહાસમાં 2 વાર એવું થયું કે જ્યારે તે સ્થગિત થયાં. એકવાર મહાત્મા ગાંધીને નોમિનેટ કર્યા અને બીજીવાર રાજા મહેન્દ્ર પ્રતાપને.
આઝાદી બાદ રાજા મહેન્દ્ર પ્રતાપ મથુરા લોકસભા સીટથી 1952માં અપક્ષ તરીકે જીત્યા હતાં. 1957માં તેમની સામે યુવા જનસંઘ નેતા અટલ બિહારી વાજપેયી હતાં છતાં રાજા ફરીથી જીત્યા અને અટલજી ચોથા નંબરે આવ્યાં. સંયોગ તો જુઓ 25 ડિસેમ્બર 2005ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ હતો અને મોદીજી કાબુલની સંસદમાં જઈને અટલ બ્લોકનું ઉદ્ઘાટન કરે છે તથા સંસદમાં પોતાના ભાષણમાં અટલજીના જન્મદિવસના અવસરે તેમને હરાવનારા રાજા મહેન્દ્ર પ્રતાપના ખુબ વખાણ પણ કરે છે. ત્યાંથી પાછા ફરીને પાકિસ્તાનમાં નવાઝ શરીફનો જન્મદિવસ ઉજવે છે પરંતુ કદાચ તે સમયે તેમને પણ અટલજીનું રાજા મહેન્દ્ર પ્રતાપ સાથે કનેક્શન ખબર નહતી.
તમે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને હંમેશા રાજનીતિક સંગઠન તરીકે જોતા આવ્યા છો. પરંતુ આ જ આરએસએસએ જ્યારે કોરોનાકાળમાં પોતાના સેવા કાર્યોના આંકડા દર્શાવ્યા તો લોકો ચોંકી ગયાં. પ્રતિદિન સંઘ કાર્યકરો લાખો લોકોને ભોજન પહોંચાડી રહ્યા હતાં. દવાઓ, માસ્ક, રાશન વગેરે પણ. લગભગ 20 પ્રકારની હેલ્પલાઈન તેમણે શરૂ કરી, સ્ટુડન્ટ્સ, વૃદ્ધો, મહિલાઓ અને ભૂખ્યા જાનવરો માટે પણ હેલ્પલાઈન.
હકીકતમાં સંઘનું સંગઠન છે સેવા ભારતી. આજે પણ તેમની વેબસાઈટ જોશો તો હાલમાં ચાલી રહેલા 2 લાખ જેટલા સેવાકાર્યોની જાણકારી મળશે. પરંતુ આટલા મોટા સંગઠનનો પાયો નાખવામાંના કામ સાથે મોદી જોડાયેલા છે તે ખુબ ઓછા લોકો જાણે છે. આ 1979ની વાત છે. જ્યારે મોરબી (ગુજરાત)માં મચ્છુ નદી પર બનેલા બંધમાં તીરાડ પડી અને બંધ તૂટ્યો. ત્યારબાદ ભયંકર પૂર આવ્યું. જેમાં 20 હજાર જેટલા લોકોના મોત થયાં. નરેન્દ્ર મોદી તે વખતે ચેન્નાઈમાં હતા. તરત દિલ્હી પાછા ફર્યા. ત્યાથી વાયા મુંબઈ રાજકોટ પહોંચ્યા. દિલ્હીમાં તેમણે તે દિવસોમાં સંઘના વરિષ્ઠ નેતા નાનાજી દેશમુખ સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી કે કેવી રીતે સેવા કાર્યો સંઘે સંગઠિત રીતે કરવા જોઈએ.
મોરબી પૂર માટે તો એક પૂર સમિતિ બનવવામાં આવી, ટ્રસ્ટ રજિસ્ટર્ડ કરાયું અને 50 લાખ રૂપિયાનો ફાળો ભેગો થયો. આ બધુ પીએમ મોદીએ કર્યું. પૂર પીડિતોને તમામ પ્રકારની મદદ ઉપરાંત મોરબીમાં તેમના માટે એક કોલોની બનાવવામાં આવી. આ એક યોજના હતી. જેને બાદમાં સંઘે સેવા ભારતી જેવું સંગઠન બનાવીને અપનાવી લીધી. આજે સંઘ સાથે કોઈ પણ સ્વાર્થ વગર આટલા બધા સ્વયંસેવકો જોડાયેલા રહે છે તો તેનું એક કારણ સેવા ભારતના સતત ગરીબો માટે ચાલતા સેવા કાર્ય પણ છે.
નરેન્દ્ર મોદીના જીવનની એ પહેલી મોટી ઘટના હતી જેનાથી તેઓ સીધા રાષ્ટ્રીય પદાધિકારીઓની નજરે ચડ્યા. સંઘ પરિવારમાં સૌથી વધુ શક્તિશાળી પદાધિકારી હોય છે સરસંઘચાલક. તે દિવસોમાં ગુરુ ગોલવલકર આરએસએસના સરસંઘચાલક હતાં. વિશ્વ હિન્દુ પરિષદને 1964માં શરૂ કરાઈ હતી. આવામાં તે સંગઠનને ઊભુ કરવામાં સંઘના મોટા પદાધિકારીઓ પણ કાર્યરત હતાં. તે દિવસોમાં 1972માં વિશ્વ હિન્દુ પરિષદનું વિશાળ સંમેલન થવાનું હતું જે ગુજરાતમાં સિદ્ધપુરમાં યોજાવવાનું નક્કી થયુ હતું.
તે સંમેલનના આયોજન સાથે મોદી જોડાયેલા હતા. વ્યવસ્થાની ઘણી જવાબદારી નરેન્દ્ર મોદીના માથે હતી. તે સંમેલનમાં ચાર શંકરાચાર્યોને એક સાથે લાવવા, અને સરસંઘચાલક ગુરુ ગોલવલકરની નજરે ચઢવું, સરળ નહતું. પરંતુ મોદીએ કરી બતાવ્યું. પહેલીવાર આ સંમેલન દ્વારા નરેન્દ્ર મોદી સંઘના વરિષ્ઠ અધિકારીઓની નજરે ચડ્યા હતાં. મોદીને આજે ભલે વિરોધીઓ ઈવેન્ટ મેનેજર કહેતા હોય પરંતુ આમ જોઈએ તો ઢંગથી વ્યવસ્થા કરવી, તે પણ સમયસર સરળ કામ થોડી હોય છે. તે પણ ત્યારે જ્યારે હજારો વ્યક્તિ તે આયોજન સાથે જોડાયેલા હોય.
ઈમરજન્સીના દિવસોમાં નરેન્દ્ર મોદી પણ સક્રિય હતાં. શીખના રોલમાં તેમનો ફોટો તમે જોયો હશે. ઈમરજન્સીમાં સંઘ, જનતા પાર્ટી અને બાકી વિપક્ષી નેતાઓની એક કોઓર્ડિનેશન કમિટી બનાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતના સચિવ બનાવવામાં આવ્યા હતાં. મોદીના માથે 2 કામ હતાં. એક એવા સેફ ઘર શોધવા, જેમા દિલ્હીથી આવતા મોટા નેતાઓ રોકાઈ શકે અને છૂપાઈ શકે અને બીજુ કામ હતું સંઘના જે કાર્યકરોને જેલમાં ઠૂસી દેવાયા હતાં તેમના પરિજનોને આર્થિક મદદ આપવી, સાત્વના આપવી.
નરેન્દ્ર મોદીએ આ બંને કામ ખુબ જ તત્પરતાથી કર્યા. આ માટે તેઓ ધરપકડથી સતત બચતા રહ્યાં અને તે માટે તેમણે શીખ રૂપ ધારણ કર્યું. આ જ રૂપમાં તેમણે સુબ્રમણ્યમ સ્વામીને પણ ત્યાં રોકાવામાં મદદ કરી, જ્યોર્જ ફર્નાન્ડિસને પણ ગુજરાતમાં મદદ કરી. તમામ જેલમાં બંધ કાર્યકરોના પરિજનોને તેઓ મદદ પહોંચાડતા રહ્યાં. ત્યારબાદ તેમણે પુસ્તક લખવાની યોજના બનાવી, તે પુસ્તક માટે તેઓ દિલ્હી આવ્યા અને ત્યાં રિસર્ચ પણ કર્યું. પુસ્તકનું નામ હતું 'આપાતકાલમેં ગુજરાત'. આ જ લગનના કારણે તેઓ દિલ્હીના રાષ્ટ્રીય નેતાઓની નજીક આવી ગયા હતા.