Maharashtra: મહારાષ્ટ્રના આ 4 હિલ સ્ટેશન ફરવા માટે સૌથી બેસ્ટ, વિદેશીઓને ખૂબ ગમે છે આ જગ્યાઓ
મહારાષ્ટ્રના હિલ સ્ટેશન પ્રાકૃતિક સુંદરતા, હરિયાળી અને શાંત વાતાવરણ માટે ફેમસ છે. શિયાળામાં તો અહીંની સુંદરતા સોળેકળાએ ખીલી જાય છે. જે ટુરિસ્ટોને આકર્ષિત કરે છે.
રાયગઢ જિલ્લામાં માથેરાન આવેલું છે. આ જગ્યાનું ઐતિહાસિક મહત્વ પણ છે. આ જગ્યા પ્રવાસીઓની સૌથી પ્રિય જગ્યા છે. શિયાળામાં અહીં વાતાવરણ અદ્ભુત થઈ જાય છે.
સહ્યાદ્રિ પર્વતમાળા વચ્ચે મહાબળેશ્વર આવેલું છે. જે સમુદ્રથી 4000 ફુટની ઊંચાઈ પર છે. અહીં વાદળથી ઢંકાયેલા પર્વત અને ગાઢ જંગલ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ છે.
મહાબળેશ્વરથી 20 કિમી દુર પંચગની આવેલું છે. ઘાસના મેદાનો, ઠંડું વાતાવરણ અને મનોરમ્ય દ્રશ્યો આ જગ્યાને લોકપ્રિય બનાવે છે.
પુણે અને મુંબઈ નજીક લોનાવાલા પર્વતમાળા છે. આ હિલ સ્ટેશન એડવેંચર એક્ટિવિટી માટે પ્રસિદ્ધ છે. જે લોકોને રોમાંચ અને પ્રકૃતિ બંનેનો આનંદ માણવો છે તેમના માટે આ જગ્યા બેસ્ટ છે.