Post Office ની આ સ્કીમથી વર્ષે કરો 1,11,000 રૂપિયાની કમાણી, જાણો કેટલું કરવું પડશે રોકાણ

Sun, 14 Apr 2024-4:51 pm,

સરકારી ગેરંટીવાળી આ ડિપોઝિટ સ્કીમમાં સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટની સુવિધા મળે છે. સિંગલ એકાઉન્ટમાં મહત્તમ 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ સુધી જમા કરી શકાય છે. તમારી ડિપોઝિટ કરેલી રકમ સુરક્ષિત રહે છે અને વ્યાજથી તમને દર મહિને કમાણી થાય છે.

Post Office MIS માં પૈસા વધુમાં વધુ 5 વર્ષ માટે જમા કરી શકાય છે. વર્તમાન સમયમાં 7.4 ટકા પ્રમાણે વ્યાજ મળી રહ્યું છે. જોઈન્ટ એકાઉન્ટ દ્વારા આ સ્કીમમાં 9250 રૂપિયા સુધી કમાણી કરી શકાય છે. આ સ્કીમ નિવૃત્ત લોકો માટે ખુબ સારી માનવામાં આવે છે. જો તમે પતિ-પત્ની મળી તેમાં રોકાણ કરો છો તો તમારી માસિક આવકની વ્યવસ્થા કરી શકો છો.

જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા ડિપોઝિટ કરો છો તો તમને 7.4 ટકા વ્યાજ પ્રમાણે એક વર્ષમાં 1.11 લાખ રૂપિયાની આવક થશે અને 5 વર્ષમાં તમે વ્યાજથી 1,11,000 x 5 = 5,55,000 રૂપિયાની કમાણી કરી શકશો. વ્યાજથી થનારી વાર્ષિક કમાણી 1,11,000 ને 12 ભાગમાં વહેંચો તો 9250 રૂપિયા આવશે. એટલે તમને દર મહિને 9250 રૂપિયાની આવક થશે.

જો તમે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં સિંગલ એકાઉન્ટ ઓપન કરાવો છો તો તેમાં 9 લાખ રૂપિયાની ડિપોઝિટ કરો છો તો એક વર્ષમાં 66,600 રૂપિયા વ્યાજ તરીકે લઈ શકો છો અને પાંચ વર્ષમાં વ્યાજથી 66,600 x 5 = 3,33,000 રૂપિયાની કમાણી કરી શકો છો. આ રીતે 66,600 x 12 = 5,550 રૂપિયા મહિને તમે માત્ર વ્યાજથી કમાણી કરી શકો છો.

Post office Monthly income scheme માં કોઈપણ નાગરિક એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળકના નામથી પણ એકાઉન્ટ ખુલી સકે છે. બાળક 10 વર્ષથી નાની ઉંમરનું છે તો તેના નામ પર તેના માતા-પિતા એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળકની ઉંમર 10 વર્ષ થવા પર તે ખુદ એકાઉન્ટના સંચાલનનો અધિકાર મેળવી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link