Post Office ની આ સ્કીમમાં પૈસા ડબલ કરવાની ગેરંટી આપે છે સરકાર, જાણો કેટલા સમયમાં 10 લાખ બનશે 20 લાખ

Wed, 22 May 2024-2:56 pm,

કિસાન વિકાસ પત્રમાં તમારા દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમને ડબલ કરવાની ગેરંટી સરકાર પાસેથી મળે છે. એટલે કે તમે આ સ્કીમમાં 5 લાખ રોકાણ કરશો તો 10 લાખ મળશે અને 10 લાખ રોકશો તો તમારી રકમ 20 લાખ થઈ જશે.

જો તમે કિસાન વિકાસ પત્ર સ્કીમમાં રોકાણ કરો છો તો રકમ 115 મહિના (9 વર્ષ, 7 મહિના) માં ડબલ થઈ જશે. જો તમે આ સ્કીમમાં 10 લાખનું રોકાણ કરશો તો 20 લાખ બની જશે. વર્તમાન સમયમાં આ સ્કીમ પર 7.5 ટકાના દરથી વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યાજની ગણતરી વાર્ષિક આધારે થાય છે.

કોઈપણ વયસ્ક વ્યક્તિ આ સ્કીમ હેઠળ સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સિવાય 10 વર્ષથી મોટી ઉંમરનું બાળક પોતાના નામ પર કિસાન વિકાસ પત્ર લઈ શકે છે. અવયસ્ક કે વિકૃત મગજની વ્યક્તિ તરફથી વાલી ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવતા સમયે આધાર કાર્ડ, ઉંમર પ્રમાણ પત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, કેવીપી એપ્લીકેશન ફોર્મ વગેરે ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે.

ખાતું ખોલાવવા સમયે આધાર કાર્ડ, ઉંમર પ્રમાણ પત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, કેવીપી એપ્લીકેશન ફોર્મ વગેરે ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. એનઆરઆઈ આ સ્કીમ માટે પાત્ર નથી.

કેવીપી ખાતામાં જમા કરવાની તારીખથી 2 વર્ષ 6 મહિના બાદ પ્રીમેચ્યોર વિડ્રોલ કરી શકાય છે. તો કેટલીક વિશેષ પરિસ્થિતિમાં ગમે ત્યારે પ્રી-મેચ્યોર વિડ્રોલ કરી શકાય છે- જેમ કે કેવીપી હોલ્ડર કે જોઈન્ટ એકાઉન્ટના મામલામાં કોઈ એક કે બંનાના મૃત્યુ થવા પર- ગેઝેટ અધિકારીના કિસ્સામાં પ્લેજી દ્વારા જપ્તી પર - કોર્ટના આદેશ પર. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link