Post Office ની જબરદસ્ત Benefit SCS Scheme, 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા; જાણો વધુ Details

Tue, 07 Sep 2021-11:39 am,

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizens Savings Scheme - SCSS) માં ખાતું ખોલવા માટે તમારી વય મર્યાદા 60 વર્ષ હોવી જોઈએ. આ યોજનામાં માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ ખાતું ખોલાવી શકે છે. આ સિવાય જે લોકોએ VRS એટલે કે Voluntary Retirement Schem લીધી છે, તે લોકો પણ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે.

જો તમે સિનિયર સિટીઝન સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષના 7.4 ટકા (ચક્રવૃદ્ધિ) ના વ્યાજ દરના હિસાબથી 5 વર્ષ બાદ એટલે કે મેચ્યોરિટી પર રોકાણકારોને કુલ રમક 14,28,964 રૂપિયા મળશે એટલે કે 14 લાખ રૂપિયાથી વધુ. અહીં તમને વ્યાજ તરીકે 4,28,964 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે.

આ યોજનામાં ખાતું ખોલવા માટે ઓછામાં ઓછી રકમ 1000 રૂપિયા છે. આ સિવાય, તમે આ ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાથી વધુ રાખી શકતા નથી. આ સિવાય, જો તમારું ખાતું ખોલવાની રકમ એક લાખ રૂપિયાથી ઓછી છે, તો તમે રોકડ ચૂકવીને પણ ખાતું ખોલી શકો છો. તે જ સમયે, એક લાખ રૂપિયાથી વધુનું ખાતું ખોલવા માટે, તમારે ચેક આપવો પડશે.

ટેક્સની વાત કરીએ તો, જો SCSS હેઠળ તમારી વ્યાજની રકમ વાર્ષિક રૂ. 10,000 થી વધી જાય, તો તમારો TDS કાપવાનું શરૂ થાય છે. જો કે, આ યોજનામાં રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ આપવામાં આવી છે.

SCSS ની મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે, પરંતુ જો રોકાણકાર ઈચ્છે તો આ સમય મર્યાદા પણ વધારી શકાય છે. ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ મુજબ, તમે મેચ્યોરિટી પછી આ યોજનાને 3 વર્ષ માટે લંબાવી શકો છો. આ વધારવા માટે, તમારે પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરવી પડશે. SCSS હેઠળ, એક ડિપોઝિટર ઇન્ડીવિઝ્યુઅલી અથવા પતિ/પત્નીની સાથે જોઈન્ટમાં એકથી વધુ એકાઉન્ટ પણ રાખી શકો છે. પરંતુ બધા મળીને મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ 15 લાખથી વધુ ન હોઈ શકે. ખાતું ખોલવા અને બંધ કરતી વખતે નોમિનેશન ફેસિલિટી ઉપલબ્ધ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link