Women’s Day 2024: દેશની શક્તિશાળી મહિલાઓએ કરાવ્યું છે આ ઐતિહાસિક જગ્યાઓનું નિર્માણ, તમે કેટલી જોઈ છે આમાંથી ?

Wed, 06 Mar 2024-8:37 am,

ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી રાણીની વાવ રાણી ઉદયમતી એ 11 મી સદીમાં બનાવડાવી હતી. તેમણે આ વાવનું નિર્માણ તેના પતિ રાજા ભીમદેવની યાદમાં કરાવ્યું હતું. સાત માળની આ વાવનો આકાર ઉંધા મંદિર જેવો છે. એટલે કે તેનો ઉપરનો ભાગ સૌથી પહોળો છે અને જેમ જેમ વાવમાં નીચે ઉતરો તેમ જગ્યા સાંકળી થાય છે.

દિલ્હીમાં આવેલો હુમાયુ નો મકબરો 1556 માં બાદશાહ હુમાયુના મૃત્યુ પછી તેમની બેગમ હમીદાબાનો એ બનાવડાવ્યો હતો. આ મકબરાનું કામ 1569 સુધી ચાલ્યું હતું. આ મકબરો ખૂબ જ સુંદર છે. તેને પણ યુનેસ્કોએ વિશ્વ ધરોહરની શ્રેણીમાં સામેલ કર્યો છે. 

આ મંદિર કર્ણાટક રાજ્યના હમ્પીમાં આવેલું છે. તુંગભદ્રા નદીના કિનારે બનેલું આ મંદિર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર 14 મી શતાબ્દીનું છે અને તેનું નિર્માણ રાણી લોકમહાદેવીએ કરાવ્યું હતું. આ મંદિર દ્રવિડ શૈલીમાં બનેલું છે. યુનેસ્કો દ્વારા આ મંદિરને પણ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું છે. 

મિર્જાન કિલ્લો કર્ણાટકમાં આવેલો છે. તેનું નિર્માણ સોળમી સદીમાં રાણી ચેન્નાભૈરદેવીએ કરાવ્યું હતું. તેમને પેપર ક્વીન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમણે 54 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેઓ ભારતમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનાર મહિલા હતા. તેમણે આ અત્યંત સુંદર અને શાનદાર કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.

આ અકબરાનું નિર્માણ બેગમ નૂર જહાં એ આગ્રામાં કરાવ્યું હતું. આ મકબરાનું નિર્માણ કાર્ય 1622 માં શરૂ થયું અને 1628 માં મકબરો તૈયાર થઈ ગયો હતો. આ મકબરો સફેદ આરસથી બનાવવામાં આવ્યો છે આ બધા જ પથ્થર પર બારીક કામ પણ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો આજે પણ આ મકબરા ની મુલાકાત લેવા પહોંચે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link