UNOમાં પ્રમુખસ્વામી મહારાજનો ડંકો! વિશ્વવિખ્યાત વેમ્બલી સ્ટેડીયમની ભવ્ય આર્ક કેસરી રંગમાં ઝળહળી, PHOTOs

Fri, 09 Dec 2022-10:30 pm,

આ સિવાય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિક્ટોરિયા ટાવર ગાર્ડન ખાતે લંડન BAPS મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટમિન્સ્ટર સીટી કાઉન્સિલ દ્વારા મુકવામાં આવેલ તકતીમાં લખાયેલું હતુ, “નીઝડન મંદિરના સર્જક પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની (૧૯૨૧-૨૦૧૬) પાવનસ્મૃતિમાં તેઓની માનવજાત પ્રત્યેની નિસ્વાર્થ સેવાને અર્પણ.” 

વિશ્વવિખ્યાત વેમ્બલી સ્ટેડીયમની ભવ્ય આર્ક પણ આજે કેસરી રંગમાં ઝળહળી ઉઠી હતી. સ્ટેડીયમ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પતા શબ્દો હતા - “શાંતિ અને સંવાદિતાના વૈશ્વિક રાજદૂત’. કેનેડાના વર્તમાન પ્રધાનમંત્રી જસ્ટિન ટુડ્રોએ તેઓના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું, “પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવન અને કાર્યો દ્વારા કેનેડા અને સમગ્ર વિશ્વમાં અમીટ છાપ છોડી છે. કેનેડાએ નિહાળ્યું છે કે BAPS અને આપ સૌ ભક્તો અને સ્વયંસેવકો અહીના સમાજ અને દેશ માટે ઉદાત્ત પ્રદાન કરી રહ્યા છો.”

પ્રમુખસ્વામી મહારાજ આંતરધર્મીય સંવાદિતા અને પરસ્પર સંવાદના પુરસ્કર્તા હતા. વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજ્યસ લીડર્સ ના સેક્રેટરી-જનરલ એવા બાવા જૈને જણાવ્યું હતું કે ૨૦૦૦ માં યોજાયેલી મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિ અને ઐતિહાસિક વ્યક્તવ્યએ સૌ ધર્મના પ્રતિનિધિઓ ઉપર ઊંડો પ્રભાવ પાથર્યો હતો. તેમણે જણાવ્યું કે તે પરિષદમાં પ્રમુખસ્વામી મહારાજે આપેલ સંદેશ ‘સારું એ મારું’ વિશ્વમાં શાંતિ અને સંવાદિતા લાવવામાં ચાવીરૂપ બને તેવો છે.

આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજે આદરેલાં સર્વતોમુખી સેવાકાર્યોની  વિડિયો દ્વારા ઝાંખી કરવામાં આવી હતી. સાથે સાથે સ્વયંસેવકોના સ્વાનુભવો દ્વારા ભુજ ભૂકંપ રાહતકાર્ય, શિક્ષણ અને નારી ઉત્થાન, સામાજિક સંવાદિતા વગેરે ક્ષેત્રોમાં પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ પુરુષાર્થ અને પ્રદાનને વર્ણવવામાં આવ્યું હતું. સેજલબેન પટેલે (હ્યુસ્ટન – મેકીન્ઝીમાં કન્સલ્ટન્ટ) હાર્વે વાવાઝોડા સમયે અને ભુજ ભૂકંપમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દ્વારા કરવામાં આવેલા અભૂતપૂર્વ રાહતસેવાકાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રોફેસર સેજલ સગલાની (ફેકલ્ટી ઓફ મેડિસિન, ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન) દ્વારા UK માં BAPS દ્વારા કરવામાં આવેલાં કોવિડ રાહતકાર્યો અને વેકસીનેશન માટેના પ્રયાસો વિષે સ્વાનુભાવ વર્ણવવામાં આવ્યો હતો.

સંસ્થાના વરિષ્ઠ સંતપૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ તેમના વીડીઓ ઉદ્દબોધનમાં જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ સર્વેમાં ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીને તેમની આધ્યાત્મિક ઉન્નતિ થાય એ રીતે સમાજની સેવા કરવા કટિબદ્ધ કરતા. પ્રમુખસ્વામી મહારાજ સર્વેમાં શુભ જોતા, સર્વેમાં ભગવાનને નીરખવાની દ્રષ્ટિ તેમનામાં હતી અને તેમણે પ્રત્યેક મનુષ્ય પર પ્રેમ અને કરુણા વરસાવ્યા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link