Pramukh Swami Shatabdi Mahotsav : દીવો લઈને શોધો તો પણ આવો હરીભક્ત નહિ જડે, પ્રમુખ સ્વામીના 60 દિવસ રોકાણની બધી યાદ સાચવી

Thu, 15 Dec 2022-2:05 pm,

પ્રમુખ સ્વામી જેમના ઘરે રોકાયા હતા, તે હરિભક્ત સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું કે, 1983માં બાપ્પા અમારે ત્યાં 60 દિવસ રોકાયા હતા. બાપાએ જે વસ્તુઓ વાપરી હતી, તે તમામ વસ્તુઓ અમે સાચવી રાખી છે અને તેનું મ્યુઝિયમ બનાવ્યું છે. બાપા જે રૂમમાં સુતા હતા. ત્યાં તેમનો બેડ હજી ત્યાં જ રાખવામાં આવ્યો છે. અમે તો માનીએ છીએ કે, બાપા હજી અમારી સાથે જ છે.

1983 ના વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજને હાર્ટ એટેક આવ્યો, તેમની સારવાર બાદ બાપા વડોદરાના અક્ષર ચોક પાસે રહેતા 67 વર્ષના સિદ્ધાર્થભાઈ પટેલે ત્યાં રોકાયા હતા. જેથી આણંદ પાસે આવેલા સુંદરપુરા ગામથી બાપાને વડોદરાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 17 માર્ચ-1983ના રોજ સ્વામી બાપા અહીં આરામ કરવા માટે પધાર્યાં હતા. આ પલંગ પર સ્વામી બાપા સૂતા હતા. અહીં સતત 60 દિવસ સુધી તેમણે વિશ્રામ લીલા કરી હતી. જેવું મંદિરમાં તેમનો રૂટીન હોય તેવો જ રૂટીન અહીં રહેતું હતું. બાપાના નિયમની વાત કરું તો 5 ફેબ્રુઆરીએ બાપાને હાર્ટ એટેક આવ્યો હતો અને 21મી માર્ચ અહીં ભગવાન સ્વામી નારાયણની જન્મ જયંતિ હતી.

બાપા સૂતા હતા તે બેડ અને જમતા તે વાસણો, પ્રમુખ સ્વામી જેની પર બેસતા તે ખુરશીઓ, ચશ્મા, જનોઈ, માળા, પાઘડી, મોજડી, ચપ્પલ, પૂજાની સામગ્રી, કપડા, ટોપી, સાલ, ટેલિફોન, દવાના રેપર પણ હજી સાચવી રાખ્યા છે, બાપાની તે સમયની તસવીરો પણ સાચવી છે 

બાપાનો સામાન્ય નિયમ એવો તો આ દિવસે હંમેશા તેઓ નિર્જળા ઉપવાસ કરતા, હાર્ટ એટેક આવ્યાને તેમને 1 મહિનો અને 16 દિવસ જ થયેલા પણ તેમને નિર્જરા ઉપવાસ કરવાનો આગ્રહ રાખ્યો હતો. સિદ્ધાર્થભાઈ કહે છે કે, અમે બાપાને અનેક વિનંતીઓ કરી, પણ સ્વામી બાપા માન્યા જ નહીં. છેવટે મારા સસરા અને મારા પપ્પા સ્વામી બાપા પાસે વિનંતી કરવા ગયા અને બાપાએ 1 ચમચી જેટલો ઉકાળો લીધો. બાપાએ કહ્યું હતું કે, એક દિવસ દવા ખાધા વિના પણ લેવાશે અને દવા વગર પણ ચાલશે. કંઇ પણ થાય મારે મારો નિયમ તોડવો નથી. 

તેઓ જણાવે છે કે, 60 દિવસના રોકાણ દરમિયાન બાપાએ ક્યારેય કોઈ માંગણી કરી નથી. સ્વામી બાપા અહીં જેટલા દિવસ રહ્યા એ બધા દિવસ એમને ક્યારેય એવુ નથી કહ્યું કે મને થાક લાગે છે, મને કંટાળો આવે છે. મારે આરામ કરવો છે. ખાવા કે બીજી કોઈ બાબતમાં બાપાએ કોઈ પર્સનલ માંગણીઓ કરી નહોતી. હાર્ટ એટેક આવ્યા પછી પણ નિયમ અને સંયમમાં રહેવુ એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. એ આમના જેવા દિવ્ય પુરૂષનું જ કામ છે. આજે જે એમની શતાબ્દી ઉજવાઈ રહી છે, એનું એ જ કારણ છે કે, આવા દિવ્ય પુરૂષ આ સૃષ્ટિ પર ખૂબ જ ઓછા છે. કદાચ નથી. એટલા માટે જ આપણે એમની શતાબ્દિ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. બાપા સાથેની યાદ જે જીવન કાળમાં કદી નહિ ભૂલી શકીએ.

અમારી ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને મન દુખ હતું. જેથી બાપાએ મને કહ્યું હતું કે, આપણે આપણા મજૂરોને દુ:ખી નહીં કરવાના. એ લોકોની જે માંગણીઓ હોય તે સંતોષી લો. જેથી બાપાના કહેવાથી તમામ માંગણીઓ કબૂલી લીધી હતી. મારા વકીલે ના પાડી હતી. પણ મારા ગુરૂએ કહ્યું હોવાથી તેમણે કહ્યું તે પ્રમાણે જ કર્યું હતું. બાપાની બહુ વિશાળ દ્રષ્ટિ હતી. કોઈ માણસને મન દુઃખ થાય, ઘર ચલાવવામાં તકલીફ પડે તો બાપાનું હ્રદય દ્રવી ઉઠતું હતું. અમારા જેવા તેઓ એવુ માર્ગદર્શન આપતા હતા, હવેથી તમારે આ રીતે વર્તવુ તેવુ હરીભક્ત સિદ્ધાર્થ પટેલે જણાવ્યું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link