Indian Origin World Leaders: આ દેશોને ચલાવી રહ્યાં છે ભારતીય મૂળના નેતા, નામ અને કામ જાણીને થશે ગર્વ

Thu, 31 Aug 2023-6:23 pm,

આ મોટા નામ સિવાય સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવલ રામકલાવનનું મૂળ ભારતના બિહારમાં જોડાયેલું છે. તે પુજારી રહી ચુક્યા છે. તેમના દાદા ગોપાલગંજમાં રહેતા હતા. તો પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા (Antonio Costa) ના દાદા લુઈ અફોન્સો મારિયા ડિ સોક્ટા ભારતમાં ગોવામાં રહેતા હતા. તેમના સંબંધી આજે પણ ગોવામાં મરગાંવની નજીક અબેદ ફારિયામાં રહે છે. કોસ્ટાની પાસે ભારતનું OCI કાર્ડ એટલે કે ઓવલસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (Overseas Citizen of India)કાર્ડ છે. જે તેમને 2017માં પીએમ મોદીએ ભેટમાં આપ્યું હતું.   

પીએમ ઋુષિ સુનકનો જન્મ 12 મે 1980ના બ્રિટનના સાઉથમ્પ્ટનમાં થયો હતો. તેમના પિતા ડોક્ટર અને માતા એક ક્લીનિક ચલાવતા હતા. ઋષિના દાદા-દાદીનો જન્મ પંજાબ પ્રાંત (બ્રિટિશ ઈન્ડિયા) માં થયો હતો. સુનક ત્રણ ભાઈ-બહેનમાં સૌથી મોટા છે. તે હિન્દુ ધર્મની પરંપરાઓનું પાલન કરે છે.   

મોરીશસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપનના મૂળ ભારતથી છે. તેમના પ્રમાણે બિહાર અને ઉત્તરપ્રદેશનો મોરીશસની સાથે ખૂબ જૂનો સંબંધ છે. તેમના પૂર્વર ગયામાં રહેતા હતા. જ્યારે તે ભારત આવે છે, મંદિરોમાં દર્શન કરવા જાય છે. 

સિંગાપુરના રાષ્ટ્રપતિ હમીલા યાકૂબ દુનિયાના સૌથી પ્રભાવશાળી મુસ્કિમોની યાદીના TOP 50 માં જગ્યા બનાવી ચુક્યા છે. તેમના પિતા ભારતીય મૂળના હતા. તેમણે મહિલાઓના ઉદ્ધાર અને દેશ માટે ઘણા કામ કર્યાં છે. 

 

સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરી રહ્યાં છે. તે ભારતીય મૂળના છે. 2022માં સૂરીનામના રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા. 

ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી પણ ભારતીય મૂળના છે. તેઓ 2020માં રાષ્ટ્રપતિ બન્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link