PM મોદીએ રોમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને અર્પિત કર્યા શ્રદ્ધા સુમન, ભારતીય મૂળના લોકો સાથે કરી મુલાકાત

Fri, 29 Oct 2021-5:05 pm,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે રોમના પિયાઝા ગાંધીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી. ત્યારબાદ તેમણે રોમમાં પિયાઝા ગાંધીમાં એકઠા થયેલા ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી. 

આ પહેલાં પીએમ મોદીએ યૂરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ અને યૂરોપીય કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે એક સંયુક્ત બેઠક કરી. આ બેઠકમાં તેમણે ધરતીને સારી બનાવવા માટે આર્થિક અને લોકો વચ્ચે પરસ્પર સંબંધોને મજબૂત કરવાની રીત પર વિચાર વિમર્શ કર્યો .

પીએમ મોદી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની યાત્રા પર રહેશે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઇટલીમાં 29 થી 31 ઓક્ટોબર સુધી જી-20 દેશોના ગ્રુપના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રોમ (ઇટલી)માં રહેશે અને ત્યારબાદ 26મી કોન્ફ્રેંસ ઓફ પાર્ટીઝ (સીઓપી-26) માં વિશ્વ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે, બ્રિટનના ગ્લાસગો જશે. 

પીએમ મોદી રોમમાં લગભગ 60 કલાક હાજર રહેશે. પ્રધાનમંત્રી પોતાના આ પ્રવાસ દરમિયાન આઠ દેશોના નેતાઓ અથવા રાષ્ટ્ર પ્રમુખો સાથે મુલાકાત કરશે. 

પ્રધાનમંત્રી મોદીની મુલાકાત ઇટલી, સ્પેન, સિંગાપુરના પ્રધાનમંત્રી, જર્મનીના ચાંસલર, ફ્રાંસ અને ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.  

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂરોપિયન અને યૂરોપિયન કાઉંસિલના અધ્યક્ષ સાથે મુલાકાત કરશે. કૂતનીતિક મુલાકાતો ઉપરાંત બધાની નજર પ્રધાનમંત્રી મોદી અને પોપ ફ્રાંસિસની મુલાકાત પર હશે. 

પ્રધાનમંત્રી વેટિકનમાં પોપની પ્રાઇવેટ લાઇબ્રેરીમાં તેમના 30 ઓક્ટોબરની સવારે મુલાકાત કરશે. પ્રધાનમંત્રીની મુલાકાત વેટિકનમાં પોપ મુખ્ય સલાહકાર જેમને 'કાર્ડિનલ સેક્રેટરી ઓફ સ્ટેટ' કહેવામાં આવે છે, તેને પણ થશે. 

અત્રે ઉલ્લેખનીય કે પ્રધાનમંત્રી મોદીની જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા બાદ આ પહેલી સત્તાવાર બેઠક છે. પીએમ મોદી જી-20 શિખર સંમેલનમાં કોરોના મહામારીથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવાના મામલે અન્ય નેતાઓ સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં સતત વિકાસ અને જળવાયુંના મુદે પણ ચર્ચા થઇ શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link