PHOTOS: છેલ્લા એક વર્ષથી પીએમ મોદીના ડાયેટમાં આવ્યો છે આ મહત્વનો ફેરફાર, ખાસ જાણો તંદુરસ્તીનું રહસ્ય
પ્રધાનમંત્રીને નજીકથી ઓળખનારા લોકો જાણે છે કે તેમનો અનુશાસિત ડાયેટ પ્લાન જ તેમના સ્વાસ્થ્યનું મૂળ રહસ્ય છે. હાલ નવરાત્ર દરમિયાન બધાને ખબર પડી ગઈ છે કે પીએમ મોદી આ નવ દિવસો દરમિયાન પોતાના ઉપવાસમાં શું શું ખાય છે પીવે છે. પરંતુ બહુ ઓછા લોકોને એ જાણકારી છે કે છેલ્લા એક વર્ષથી પીએમ મોદી પોતાને સ્વસ્થ રાખવા માટે એક ખાસ પ્રકારના ડાયેટ પ્લાનને અનુસરી રહ્યા છે અને તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે.
પીએમ મોદીના આ ડાયેટ પ્લાનને એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તે વ્યક્તિના વજનને પણ સંતુલિત રાખે અને તેના દૈનિક કાર્યો માટે જરૂરી ઉર્જા પણ તેમાથી મળી રહે. આખો દિવસ ઉર્જાવાન રાખનારા આ પ્લાનમાં શું ખાવાનું તેના પર રોક લગાવવામાં આવતી નથી પરંતુ ખાવાના સમય નક્કી કરીને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
આ ડાયેટ પ્લાન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસમાં બેવાર ભોજન કરે છે. પહેલીવાર સવારે 10 વાગ્યાથી 10.55 સુધીમાં અને સાંજે 7 વાગ્યાથી 7.55 સુધીમાં. બંને સમયે તેઓ પોતાના ભોજન માટે 55 મિનિટનો સમય આપે છે. આ પ્લાન હેઠળ ભોજનમાં પ્રોટીન વધુ અને કાર્બોહાઈડ્રેડ ઓછું રાખવાની ભલામણ કરાઈ છે. પ્લાનમાં વહેલી સવારે ભ્રમણને પણ જરૂરી કરવામાં આવ્યું છે.
નવરાત્રિના નવ દિવસ સુધી પ્રધાનમંત્રી નારિયેળ પાણી અને હુંફાળા લીંબુ પાણીનું જ સેવન કરે છે. આ ઉપરાંત સામાન્ય દિવસોમાં તેઓ નાશ્તામાં ગુજરાતી ભાખરી, ખાંડવી, ઈડલી સંભાર, ઢોકળા, ડોસા, પૌંઆ, અને ભોજનમાં હળવો ગુજરાતી કે દક્ષિણ ભારતીય ભોજન કરતા હતા. પરંતુ હવે આ ભોજન સવાર અને સાંજે 55 મિનિટ માટેના નિર્ધારિત ભોજનમાં સિમિત કરી દેવાયું છે.