11 વર્ષની મૂંછોવાળી રાજકુમારી માટે 13 લોકોએ જીવ દઈ દીધો હતો? હવે કેમ થઈ રહી છે સુંદરતાની ચર્ચા, જાણો સચ્ચાઈ
Esmat al-dowleh Photo: Esmat al-dowleh Photo: સોશિયલ મીડિયા પર અનેક જૂના કિસ્સા, ફોટા વાયરળ થાય છે. આવામાં કેટલાક ફોટા ફારસી રાજ પરિવારોની 2 રાજકુમારીઓના વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવાય છે કે રાજકુમારી ફતેમેહ ખાનમ એસ્મત અલ દૌલેહ એટલી સુંદર હતી કે તેના માટે 13 લોકોએ પોતાના જીવ દઈ દીધા હતા. આ કહાનીને લઈને અનેક વિરોધાભાસ છે.
અનેક લોકો એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે વાસ્તવમાં એવી કોઈ 'રાજકુમારી કઝર' હતી કે નહીં. હકીકતમાં કઝર રાજકુમારી તરીકે 2 રાજકુમારીઓને રજૂ કરવામાં આવી રહી છે. આ બંને રાજકુમારીઓ ફારસી કઝર રાજવંશ દરમિયાન થઈ જે 1789થી 1925 સુધી હતો.
ATI સાઈટ મુજબ જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેમાં 2 બહેનોનો ઉલ્લેખ છે. પહેલી ફતેમેહ ખાનમ 'એસ્મત અલ દૌલેહ' અને બીજી ઝહરા ખાનમ 'તાજ અલ સલ્તાનેહ'. આ બંને સાવકી બહેનો હતી. જેમાં 1855માં જન્મેલી રાજકુમારી ફતેમેહ ખાનમ 'એસ્મત અલ દૌલેહ' અને 1884માં જન્મેલી રાજકુમારી ઝહરા ખાનમ 'તાજ અલ સલ્તાનેહ' છે. જ્યારે તસવીરોમાં તેમની ઉંમરમાં એટલો ફરક જોવા મળતો નથી.
હવે ફોટો જોઈને નવાઈ લાગશે કે જે રાજકુમારીની સુંદરતાની આટલી ચર્ચા થઈ રહી છે તે તો જોવામાં છોકરીઓ જેવી દેખાતી નથી. તેના ચહેરા પર વાળ ઉપરાંત મૂંછો પણ જોવા મળી રહી છે.
વાત જાણે એમ છે કે 19મી સદીમાં ફારસી રાજવંશમાં સુંદરતાના માપદંડ અલગ હતા. તે સમયે મહિલાઓના ચહેરા પર વાળ હોવા એ સારી વાત ગણાતી હતી. એટલે સુધી કે તેઓ તેને કાજલથી રંગીને વધુ ગાઢ બનાવતી.
તેને લઈને એક અલગ કહાની સામે આવી રહી છે. એક સાઈટ મુજબ આ બંને રાજકુમારીઓના લગ્ન 11 વર્ષ અને 13 વર્ષની કુમળી અવસ્થામાં થયા હતા. ત્યાં સુધી તેમના પરિવાર અને નજીકના લોકોએ જ તેમને જોયા હતા. આવામાં 13 લોકો તેમના માટે કેવી રીતે જીવ દઈ શકે?