Priyadarshini Raje: ગ્વાલિયરની મહારાણી અને ગુજરાતની `રાજકુવરી`ની સુંદરતા સામે ફીકી લાગે છે બોલીવુડની અભિનેત્રીઓ
MP News: ગુના શિવપુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિધિંયાની પત્ની પ્રિયદર્શની રાજે સિધિંયા હાલમાં જોરદાર જનસંપર્ક કરી રહી છે. ગ્વાલિયરની 'મહારાણી' પ્રિયદર્શની રાજે ક્યારેક ગામડાની મહિલાઓને સાથે ચૂલા પર રોટલા બનાવતી જોવા મળે છે તો ક્યારે મહિલાઓની સાથે બેસીને બંગડીઓ બનાવી રહી છે. ક્યારેક ગામડાના બાળકો સાથે કેરમબોર્ડ એન્જોય કરતી જોવા મળી રહી છે તો ક્યારેક ગામડે ગામડે જઇને લોકોને હાથ જોડીને પોતાના પતિ માટે વોટની અપીલ કરી. જાણો પરિયદર્શની રાજે સિધિંયા વિશે..
પ્રિયદર્શિની રાજેનો જન્મ ગુજરાતમાં ગાયકવાડ મરાઠા રાજવી પરિવારમાં થયો હતો. તે ગુજરાતના ગાયકવાડ પરિવારની રાજકુમારી છે. તેમના પિતા કુમાર સંગ્રામ સિંહ ગાયકવાડ બરોડાના રાજા પ્રતાપ સિંહ ગાયકવાડના પુત્ર છે. તે જ સમયે, પ્રિયદર્શીનીની માતા પણ નેપાળના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની પહેલીવાર વર્ષ 1991માં મળ્યાં હતાં. એક કાર્યક્રમ દરમિયાન થયેલી આ મુલાકાતમાં સિંધિયા પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયા હતા. આ પછી બંનેએ એકબીજાને ડેટ કર્યા અને વર્ષ 1994માં લગ્ન કરી લીધા.
પ્રિયદર્શિની રાજે સિંધિયાનું નામ દેશની 50 સૌથી સુંદર મહિલાઓમાં સામેલ છે. વર્ષ 2012 માં, તેણે ફેમિનાની ભારતની 50 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
મીડિયા સંસ્થા આજ તકના રિપોર્ટ અનુસાર વર્ષ 2008માં પ્રિયદર્શિની રાજે સિંધિયાને Verve ના 'બેસ્ટ ડ્રેસ્ડ-2008'ની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.
જ્યોતિરાદિત્ય અને પ્રિયદર્શિની સિંધિયાને બે બાળકો છે. આ દિવસોમાં તેમનો પુત્ર મહાઆર્યમન પણ પિતા માટે જનસંપર્કમાં વ્યસ્ત છે. તો બીજી તરફ દંપતીની પુત્રીનું નામ અન્નાયા સિંધિયા છે.
જનસંપર્કમાં વ્યસ્ત 'ગ્વાલિયરની મહારાણી': 'ગ્વાલિયરની મહારાણી' પ્રિયદર્શિની રાજે સિંધિયાએ તેમના પતિ જ્યોતિરાદિત્ય સિંધિયાના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી છે. તે દરેક ગામ અને શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને સતત જનસંપર્ક કરી રહી છે. તે લોકો પાસેથી આશીર્વાદ લઈ રહી છે. આ દરમિયાન તેમના વિવિધ રંગો પણ જોવા મળે છે.
ગુના લોકસભા સીટ- કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના-શિવપુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. એક તરફ તેઓ સભાઓ અને રોડ શોને સંબોધવામાં વ્યસ્ત છે. બીજી તરફ, પ્રિયદર્શિની રાજે સિંધિયા ક્યારેક સ્ટ્રીટ થિયેટરમાં ભાગ લઈ રહી છે તો ક્યારેક બાળકો સાથે ગેમ રમી રહી છે. ક્યારેક તે મહિલાઓ સાથે બંગડી બનાવતી હોય છે તો ક્યારેક તે સ્ટવ પર રોટલા બનાવતી જોવા મળી રહી છે.