Photos : ફેન્સને જોવી પણ ન ગમે તેવા વિચિત્ર લૂકમાં મેટ ગાલામાં દેખાઈ પ્રિયંકા ચોપરા
મેટ ગાલા 2019માં પહોંચેલી પ્રિયંકા સોફ્ટ પેસ્ટલ ગાઉન સાથે નજર આવી હતી. થાઈ હાઈ સ્લિટ આ ગાઉનને તેણે શિમરી ટાઈટ્સ સાથે પહેર્યુ હતું. તેના આ ગાઉનમાં પિંક અને યલો કલરના પીંછા પણ લાગેલા છે.
પ્રિયંકાના ડ્રેસની સાથે જ તેનો મેકઅપ પણ આકર્ષક રહ્યો. તેણે વિચિત્ર હેરસ્ટાઈલ અને ક્રાઉન પહેર્યા છે.
સફેદ કલરની આઈબ્રો તથા બિંદી કરવાથી તેનો લૂક કંઈક અલગ જ લાગતો હતો. જોકે, અનેક લોકો પ્રિયંકાનો આ લૂક જોઈને ખુશ થયા ન હતા.
આ પહેલા તેના ખાખી રંગના કપડાના મીમ્સ બનાવ્યા હતા, તો હવે વાઈન કલરના ગાઉનની પણ અનેક લોકો મજાક ઉડાવી રહ્યા છે.
ન્યૂયોર્કમાં યોજાયેલી આ ઈવેન્ટમાં નિક અને પ્રિયંકા મેચિંગ વ્હાઈટ અને સિલ્વર કપડામાં સાથે નજર આવ્યા હતા. પ્રિયંકાએ Dior બ્રાન્ડનો ડ્રેસ પહેર્યો હતો, પણ તેની હેરસ્ટાઈલે આખી બાજી બગાડી હતી. જે સોશિયલ મીડિયા પર મજાકનું કેન્દ્ર પણ બની હતી.
પ્રિયંકાએ હેરસ્ટાઈલમાં આફ્રિકન કર્લ કર્યા છે, જે તેના લૂક પર મેચિંગ થતુ ન હતું. ઉપરથી તેણે આ લૂક પર ક્રાઉન પણ પહેર્યો હતો. થીમ મુજબ ભલે તેને લાગે કે તે પરફેક્ટ છે, પણ ભારતીયોને આવા વાળ માટે એક જ વ્યાખ્યા છે કે, કરંટ બાદ આવા થયા હશે.