પ્રિયંકા ચોપડાએ દીકરી માલતી અને પતિ નિક જોનસ સાથે કર્યા રામ મંદિરમાં દર્શન, જુઓ Photos
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હાલ ભારતમાં છે ત્યારે તેઓ અયોધ્યા શ્રીરામના દર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે તેની સાથે દીકરી માલતી મેરી પણ જોવા મળી હતી. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રિયંકા ચોપડાએ પરિવાર સાથે રામ મંદિરમાં દર્શન કર્યા હતા.
રામ મંદિરમાં દર્શન કરવા પહોંચેલી પ્રિયંકાએ પીળા રંગની સાડી પહેરી હતી અને દીકરી માલતી મેરીને પિંક કલરનો ડ્રેસ પહેરાવ્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી દર્શન માટે સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો.
અયોધ્યા રામ મંદિરમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસે દર્શન કરી, પૂજા કરી કપાળ પર તિલક કરાવ્યું અને ગળામાં રામ નામનું પટકન પણ પહેર્યું હતું.
પ્રિયંકા ચોપડા, નિક જોનસ અને માલતી મેરીની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી આ તસવીરોમાં લોકો પ્રિયંકા ચોપડા અને માલતી મેરીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.