PHOTOS: પ્રિયંકાએ સેલિબ્રેટ કરી બેચલર પાર્ટી, ઓફ શોલ્ડર સ્વેટરમાં લાગી Hot
ન્યૂયોર્કમાં બ્રાઈડલ શાવરની પાર્ટી બાદ પ્રિયંકા ચોપડાએ બેચરલ પાર્ટી સેલિબ્રેટ કરી હતી. ન્યૂયોર્કમાં બ્રાઈડલ શાવર પાર્ટીના એક વિક બાદ પ્રિયંકાએ બેચરલ પાર્ટીની તસવીરો શેર કરી છે.
ભાવિ દુલ્હન પ્રિયંકાએ શનિવારે પોતાની બેચલર પાર્ટીની અનેક તસવીરો શેર કરી છે. જેમાં તેણે સફેદ રંગની ઓફ-ધ-શોલ્ડર સ્વેટર પહેર્યું છે. તસવીરની કેપ્શનમાં તેણે લખ્યું છે કે, હૈશટેગ બેચલરેટવાઈબ્સ...
આ ફોટો પર નિક જોનસની મમ્મી ડેનિસે લાલ રંગના હાર્ટ ઈમોજી સાથે ટિપ્પણી કરી હતી કે, સારી બનીને રહેજે. પાર્ટી ક્યાં યોજાઈ હતી, તેનો કોઈ ખુલાસો થયો નથી. પ્રિયંકા હાલ તેની ફિલ્મો કરતા તેની રિલેશનશિપને લઈને વધુ ચર્ચામાં છે. બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે સગાઈ બાદ દેશી ગર્લના લગ્નની રાહ જોવાઈ રહી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જોધપુરમાં યોજાનાર છે. તેમના લગ્નની વિવિધ સેરેમની 30 નવેમ્બરથી શરૂ થઈ જશે.
એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોધપુરના ફેમસ ઉમેદ ભવન પેલેસ અને મેહરાનગઢ ફોર્ટમાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે.
લગ્નની ખરીદી કરવા અને પેલેસની મુલાકાત માટે તે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં જ જોધપુર પહોંચી હતી.