લગ્ન પહેલા પ્રિયંકા-નિકની પાર્ટીઓ શરૂ, આ રીતે કર્યું દેવર-દેવરાણીનું મુંબઇમાં Welcome

Tue, 27 Nov 2018-3:01 pm,

પ્રિયંકા અને નિક થોડા દિવસોમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. પ્રિયંકાના લગ્ન જોધપુરમાં થવાના છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વચ્ચે સોમવારે પ્રિયંકાએ તેના મંગેતર, દેવર, દેવરાણી અને મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી.

સોમવારે યોજાયેલી આ પાર્ટીમાં પ્રિયંકા ચોપડા ગોલ્ડન રોઝ કલરના સુંદર ગાઉનમાં જોવા મળી હતી, જ્યારે દર વખતની જેમ આ વખતે પણ નિક કેઝ્યૂઅલ લુકમાં વાઇટ ટીશર્ટ અને ખાખી પેન્ટ્સમાં જોવા મળ્યો હતો.

લાગે છે કે જોનાસ બ્રધર્સ ઇન્ડિયન મીડિયા સાથે ઘણા ફ્રેન્ડલી થઇ ગયા છે. પોતાનો ફોટો ખેંચનાર ફોટોગ્રાફર્સનો ફોટો લઇ રહેલો જો જોનાસ.

પ્રિયંકા ચોપડાની દિવરાણી સોફી ટર્નર, એચબીઓના પ્રસિદ્ધ શો ‘ગેમ ઓફ થ્રોન્સ’માં જોવા મળી હતી. જ્યારે તે પ્રિયંકાના દેવર જો જોનાસ ડેંસ (DNCE) બેંડની લીડ સિંગર છે.

હાલમાં રણબીર કપૂરની સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગ કરી રહેલી આલિયા ભટ્ટ પણ પ્રિયંકાની આ પાર્ટીમાં પહોંચી હતી. પ્રિયંકાની કઝીન સિસ્ટર પરિણીતી ચોપડા પણ આ પાર્ટીમાં જોવા મળી હતી.

પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવનમાં થવા જઇ રહ્યાં છે. પ્રિયંકાએ તેના લગ્ન બાદ મુંબઇ અને દિલ્હીમાં બે રિસેપ્શનનું પણ આયોજન કર્યું છે.

તેની મંગેતરની સાથે એક દિવસ પહેલા મુંબઇમાં પહોંચ્યા જો જોનાસ અને સોફી ટર્નર. (ફોટો સાભાર: Yogen shah)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link