પ્રો. કબડ્ડી લિગ: સતત 6મેચમાં જીત મેળવનારી ગુજરાત જાયન્ટ્સની વિજયકૂચ યથાવત

Sat, 17 Nov 2018-9:31 am,

યજમાન ટીમના ખેલાડીઓ એક પછી એક પોઈન્ટ મેળવતા રહ્યા હતા. જ્યારે પ્રવાસી ટીમ રમતના તમામ પાસામાં યજમાન ટીમ સામે નબળી પુરવાર થઈ હતી. ગુજરાતે તેની શાનદાર રમત અંત સુધી જાળવી રાખતા અંતે ઘરઆંગણે 35-23થી આસાન વિજય મેળવ્યો હતો. (ફોટો સાભાર: prokabbadi.Com)

બીજા હાફમાં પણ ગુજરાતે તેની આક્રમક રમત જારી રાખી હતી. તેના ખેલાડીઓએ પ્રતિસ્પર્ધી ટીમને રમતમાં પાછા ફરવાની કોઈ તક આપી નહતી. એક તબક્કે 21-15થી પાછળ રહ્યા બાદ ગુજરાતના ખેલાડીઓએ કેટલિક ભૂલ કરતા બંગાળે સરસાઈ ઓછી કરી હતી અને સ્કોર 21-18 પર પહોંચાડ્યો હતો. (ફોટો સાભાર: prokabbadi.Com)

બંગાળનો દેખાવ કથળ્યો અને પ્રવાસી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. જેના લીધે ગુજરાતની સરસાઈ 14-11 થઈ ગઈ. યજમાન ટીમે તેના જોરદાર દેખાવને જારી રાખતા હાફ ટાઈમ સુધી 19-14ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી હતી. (ફોટો સાભાર: prokabbadi.Com)

પ્રેક્ષકોથી ખિચોખિચ ભરેલા એરેના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે એમ તો પ્રારંભે બન્ને ટીમોએ સારી શરૂઆત કરતા શરૂઆતની બે રેડ વ્યર્થ રહ્યા બાદ ગુજરાતે આક્રમક વલણ અપનાવ્યું. મેચમાં 8-8થી બરોબર રહ્યા બાદ બંગાળે પહેલી ડૂ એન્ડ ડાય રેડ કરવી પડી અને તેના પર મનિન્દર સિંહ પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો. (ફોટો સાભાર: prokabbadi.Com)

ગુજરાતે શુક્રવારે બંગાળ વોરિયર્સ સામેની મેચમાં 35-23 પોઈન્ટથી વિજય સાથે ઘરઆંગણે તેના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતે સ્પર્ધામાં તેની કોઈ પણ મેચ ગુમાવી નથી અને એક મેચ ટાઈ રહ્યા બાદ તેણે સતત છ મેચમાં વિજય મેળવ્યો છે. (ફોટો સાભાર: prokabbadi.Com)

એક મેચ ટાઈ બાદ છ મેચ જીતનારી ગુજરાતે ફોરચ્યુન જાયન્ટસે ઘર આંગણે પહેલી મેચમાં વિજય મેળવ્યો (ફોટો સાભાર: prokabbadi.Com)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link