પ્રોપર્ટી માર્કેટમાં દેશના ટોપ 3 સીટીમાં ગુજરાતનું આ શહેર અવ્વલ! સસ્તું છે રોકાણ, ભાવ વધશે
Ahmedabad : કોરોના (corona)સમયગાળા પછી રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રમાં ખાસ કરીને દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં પ્રોપર્ટીની કિંમતો ઝડપથી વધી છે. પરંતુ, ચેન્નાઈ, અમદાવાદ અને કોલકાતા રહેણાંક રોકાણ માટે સૌથી વધુ પોસાય તેવા મેટ્રો શહેર તરીકે ઉભરી આવ્યા છે. જો તમે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરવા માગો છો તો અમદાવાદ એ બેસ્ટ શહેર છે.
પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ શહેરમાં અત્યારે પણ છે સારી એવી તક. આગામી દિવસોમાં અહીં નહીં મળે પગ મુકવાની જગ્યા...
જો તમે પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો આ શહેર છે તમારા માટે સૌથી બેસ્ટ.
છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં પ્રોપર્ટીની (property Market) કિંમતોમાં વધારો થયો છે. ખાસ કરીને કોરોના પીરિયડ બાદ ફ્લેટ (Flat) અને મકાનોની કિંમતમાં એકાએક વધારાને કારણે હાલમાં 3 બીએચકેનો અમદાવાદમાં ભાવ એક કરોડની આસપાસ (flat apartment) છે.
મેટ્રો તેમજ નાના શહેરોમાં જમીનની કિંમતો સતત વધી રહી છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં માંગમાં વધારો અને વધતી કિંમતો વચ્ચે, ચેન્નાઈ, અમદાવાદ અને કોલકાતા રહેણાંક રોકાણ માટે સૌથી સસ્તા મેટ્રો તરીકે ઉભરી આવ્યા છે.
મેજિકબ્રિક્સના અહેવાલ મુજબ, મુંબઈ મેટ્રોપોલિટન એરિયા અને દિલ્હી સૌથી ઓછા પોસાય તેવા શહેરો છે, જ્યારે દેશના ટોચના 10 શહેરોમાં ઘરની આવક 2020 અને 2024 ની વચ્ચે 5.4% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વધી છે, જેમાં મિલકતની કિંમતો વધી રહી છે. સમયગાળામાં 9.3% (CAGR)લોકોની ખરીદ શક્તિને અસર કરી છે.
અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં મિલકતની કિંમત (Real Estate) અને વાર્ષિક ઘરગથ્થુ આવકનો ગુણોત્તર (P/I ગુણોત્તર) 2020 માં 6.6 થી વધીને 2024 માં 7.5 થયો છે, જે વૈશ્વિક સ્તરે સ્વીકૃત 5 ના બેન્ચમાર્ક કરતાં વધુ છે. મિલકતની દ્રષ્ટિએ, મુંબઈ મેટ્રોપોલિટન એરિયા (14.3) અને દિલ્હી (10.1) સૌથી ઓછા પોસાય તેવા શહેરો છે, જ્યારે ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ નો સર્વસ્વીકૃત બેન્ચમાર્ક (5) છે. આમ 2024 માં રહેણાંક રોકાણ માટે સૌથી વધુ પોસાય તેવા આ 3 શહેરો છે.
ભારતમાં EMIથી-માસિક આવકનો ગુણોત્તર 2020 માં 46% થી વધીને 2024 માં 61% થયો છે, જે ઘર ખરીદનારાઓ પરના વધતા બોજ અને સમગ્ર દેશમાં, ખાસ કરીને મહાનગરોમાં લોકોની નાણાકીય સ્થિતિ અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. આ વલણ MMR (116%), નવી દિલ્હી (Delhi) (82%), ગુરુગ્રામ (61%) અને હૈદરાબાદ (61%)માં વધુ સ્પષ્ટ છે. તેનાથી વિપરીત, અમદાવાદ (Ahmedabad)(41%), ચેન્નાઈ (41%) (chennai flat) અને કોલકાતા (47%) ( kolkata flat )જેવા શહેરો પ્રમાણમાં વધુ પોસાય છે. આમ ભલે અમદાવાદમાં પ્રોપર્ટીનું માર્કેટ (Ahmedabad property Market) વધ્યું છે પણ દેશમાં પ્રોપર્ટીના રોકાણ માટે આજે પણ અમદાવાદ એ બેસ્ટ શહેર છે. આગામી દિવસોમાં સરકાર ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહી છે. ઓલિમ્પિક ગુજરાતના (olympics ahmedabad) અમદાવાદમાં યોજાયો તો પ્રોપર્ટી માર્કેટમાં બૂમ આવશે એ ફાયનલ છે.
અમદાવાદમાં પૂર્વ અને પશ્વિમ વચ્ચે રિયલ એસ્ટેટ સેક્ટર વહેંચાઈ ગયું છે. પૂર્વમાં આજે પણ તમને કિફાયતી ભાવે મકાન મળી શકે છે. અમદાવાદનો મધ્યમ વર્ગ આ તરફ વળ્યો છે. જ્યાં આજે પણ ટુબીએચકેનો ભાવ 50થી 60 લાખની આસપાસ છે. પશ્વિમમાં હવે ઘર લેવા કોમનમેનનું કામ નથી. સતત વધતા જતા પ્રોપર્ટ માર્કેટને પગલે ભાવો સતત ઉંચકાઈ રહ્યો છે. એસજી હાઈવેની આસપાસના એરિયાની ભારે બુમ છે. ગાંધીનગર અને અમદાવાદ શહેર એક દિવસ ભેગું થઈ જાય અને ટ્વીન સીટી બને એ દિવસો પણ હવે દૂર રહ્યાં નથી.