Corona ને લાગે છે આ વાયરસથી ડર, શરીરમાંથી કોરોનાને ભગાડી શકે છે શરદી-તાવ વાળો વાયરસ, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
કોરોના વાયરસને સામાન્ય શરદી અને તાવ વાળો વાયરસ પણ હરાવી શકે છે. એને બીજી અર્થમાં સમજીએ તો જો તમને શરદી કે તાવની સમસ્યા હોય તો કોરોના વાયરસથી તમને સંક્રમણને ખતરો ઓછો છે. આવી સ્થિતિમાં કોરોના જલદીથી તમારા શરીરમાં પ્રવેશી શકશે નહીં. કારણકે, રાઈનો વાયરસ કોરોનાનો પ્રસાર રોકવામાં સક્ષમ છે. આવું એક સંશોધનમાં બહાર આવ્યું છે.
યૂનિવર્સિટી ઓફ ગ્લાસ્ગો (MRC-University of Glasgow Centre for Virus Research (CVR) ના વૈજ્ઞાનિકોનું કહેવું છેકે, શરદી-તાવ માટે જવાબદાર રાઈનો વાયરસ કોરોના વાયરસને હરાવી શકે છે.
રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છેકે, આપણાં શરીરમાં જે વાયરસના કારણે સામાન્ય દિવસોમાં શરદી કે તાવની ફરિયાદ રહેતી હોય છેકે, તે વાયરસ એટલેકે રાઈનો કોરોનાના સંક્રમણને અટકાવી શકે છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યના શ્વસન તંત્ર જેવું એક મોડલ બનાવ્યું અને જેમાં કોશિકાઓ પણ રાખી. તેને કોરોના વાયરસ અને શરદી-તાવ બન્નેના વાયરસથી સંક્રમિત કર્યું...જે રીતે બન્ને વાયરસને એક જ સમય પર છોડવામાં આવ્યાં હતાં, ત્યાર બાદ રિસર્ચમાં જોવા મળ્યુંકે, શરદી અને તાવવાળો વાયરસ કોરોના કરતા વધારે પ્રભાવી છે.
વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યુંકે, ભલે રાઈનો વાયરસથી થનારો ફાયદો થોડા સમય માટે રહે પણ રિકવરી બાદ પણ કોરોના ફરીથી એજ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. કારણકે, જ્યારે તમારા શરીરમાં રાઈનો વાયરસનો પ્રભાવ એક સિમિત સમય સુધી જ રહેતો હોય છે. ત્યાર બાદ જો તમે ફરી કોઈ એવી વ્યક્તિ કે વસ્તુના સંપર્કમાં આવ્યાં તો તમને ફરીથી કોરોનાનું સંક્રમણ થઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છેકે, રિસર્ચમાં એવું સામે આવ્યું છેકે, સામાન્ય શરદી અને તાવ જે વાયરસથી થાય છે તે રાઈનો વાયરસ કોરોના કરતા વધારે શક્તિશાળી છે. જો રાઈનો વાયરસથી સંક્રમિત થયાના 24 કલાક બાદ કોવિડ-19 માણસના શરીરમાં આવે, તો રાઈનો વાયરસ એ કોરોનાના વાયરસને આપણાં શરીરમાંથી ખદેડીને બહાર ફેંકી શકે છે. જોકે, હજુ પણ આમાં વધુ સંશોધનની જરૂર છે. આ રિસર્ચને જર્નલ ઓફ ઈન્ફેક્શિયસ ડિઝીઝ માંપ્રકાશિત કરવામાં આવી છે. તેમાં આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે.