UK: મહિલાએ મહામારી વિશે પહેલાથી કરી હતી ભવિષ્યવાણી, જણાવ્યું- ક્યાં સુધી રહેશે મુશ્કેલી

Sat, 26 Jun 2021-6:08 pm,

લંડનઃ બ્રિટનમાં રહેતા ભવિષ્ય પ્રબોધક મહિલા રોક્સાને ફર્નિવલે વર્ષ 2018માં કોરોના મહામારી આવવાની ભવિષ્ય વાણી કરી દીધી હતી. ફર્નિવાલે કહ્યું કે, તેણે એક સ્વાસ્થ્ય કર્મી મહિલાને જોયા બાદ આ ભવિષ્યવાણી કરી હતી. પરંતુ સરકારે તેના પર ધ્યાન આપ્યું નહીં. 

રોક્સાને ફર્નિવાલે કહ્યું કે, આગામી બે-ત્રણ વર્ષ મોટી રાહત મળતી દેખાતી નથી. પરંતુ ઓગસ્ટ મહિનામાં થોડી રાહત મળવાની આશા છે. રોક્સાનાએ કહ્યું કે, મને અનુભવ થયો કે ચારેબાજુ કાળા વાદળો છવાયેલા છે અને 2020માં જ્યારે કોરોના મહામારીના ભણકારા થયા તો મને યાદ આવ્યું કે મેં જે મુશ્કેલીનું સાંભળ્યું હતું. તે આ છે. 

રોક્સાને ફર્નિવાલે ઉંમર અને પરિપક્વતાને લઈને પણ પોતાની વાત રાખી. રોક્સાને ફર્નિવાલે જણાવ્યું કે તે પહેલા હોસ્પિટાલિટી સેક્ટરમાં હતી. જ્યારે તે 27 વર્ષની હતી તો છુટાછેડા થઈ ગયા હતા. તે સમયે બાળક 9 મહિનાનું હતું. જ્યારે તે 30 વર્ષની હતી તો તેને સમજાવું કે તેનામાં કંઈક અલગ વાતો છે. પછી તેણે ભવિષ્યવાણી વાળી વાતો પર ધ્યાન આપ્યું.

રોક્સાને ફર્નિવાલે કહ્યું કે, પ્રિન્સ ચાર્લ્સ ક્યારેય મહારાજ બની શકશે નહીં. તો હૈરીના ઘરે જલદી પુત્રીનો અવાજ સંભળાશે. તેણે તે પણ કહ્યું કે પ્રિન્સ વિલિયમ બ્રિટનના આગામી મહારાજ હશે. 

રોક્સાનેના દાવા હંમેશા સાચા પડે છે. તેણે જણાવ્યું કે કોરોના મહામારીને કારણે દુનિયાની જીવવાની રીત બદલી જશે. હળવા-મળવાનું ખતમ થઈ જશે. કારણ કે આ વર્ષે ઓગસ્ટ મહિના બાદ મહામારી વધશે. આ વાતની ઝલક અત્યારથી જોવા મળી રહી છે કે બ્રિટનમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે અને નવો વેરિએન્ટ ખુબ સંક્રમણ ફેલાવી રહ્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link