એક visiting cardએ બદલી આ કામવાળી બાઈની જિંદગી, રાતોરાત બની સોશિયલ મીડિયાની સ્ટાર
એક પણ કાર્ડ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કર્યા વગર જ ગીતાને દેશભરમાંથી કામ માટે 2500થી વધુ ફોને આવ્યા છે. અને એક હજારથી વધુ વોટ્સએપ મેસેજ આવી ચૂક્યા છે. કાર્ડ પર ગીતા કાળેના નામથી લઈને તેનો ફોન નંબર, અને દરેક કામ માટે તેનો કેટલો સમય અને ચાર્જ થશે તેની માહિતી અપાઈ છે.
કાર્ડમાં કામના ભાવ ડિટેઈલમાં બતાવાયા છે. વાસણ ઘસવાના 800 રૂપિયા, કચરા-પોતાના 800 રૂપિયા, કપડા ધોવાના 800 રૂપિયા અને જો કોઈ ઘરમાં રોટલી બનાવવાની હોય તો તેના 100 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.
લોકોના ઘરોમાં કામ કરનારી ગીતા કાળે એક દિવસે બહુ જ પરેશાન રહેતી હતી. ત્યારે આવામાં તે ગાયત્રી શિંદેના ઘરે પહોંચી હતી. ગાયત્રીના પહોંચવા પર ગીતાએ તેને જણાવ્યું કે, તેનું જૂનુ કામ છૂટી ગયુ છે, જેને કારણે તે પરેશાન છે. ગાયત્રીએ ગીતાને સાંત્વના આપતા કહ્યું કે, આપણે કંઈક કરીએ. તે સમયે ગાયત્રીના દિમગમાં વિચાર આવ્યો કે, ગીતાનું વીઝિટીંગ કાર્ડ બનાવીએ, અને આસપાસના લોકોને આપવામાં આવે, જેથી ગીતાને કામ મળી શકે.
તેના બાદ ગાયત્રીએ ગીતાને 100 વીઝિટીંગ કાર્ડ બનાવીને આપ્યા હતા. એક કાર્ડ તેણે પોતાના વોટ્સએપ ગ્રૂપ પર શેર કર્યું હતુ. બાદમાં જોતજોતામાં આ કાર્ડ સોશિયલ મીડિયા પર એવું વાયરલ થયું કે, શું કહેવું.
કાર્ડના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગીતાને દેશભરમાંથી કામ માટે 2500થી વધુ ફોનકોલ આવ્યા. તેમજ એક હજારથી વધુ વોટ્સએપ મેસેજ આવ્યા. હવે, પરિસ્થિતિ એવી છે કે, લોકોને ના પાડવા માટે ગીતાને પોતાનો ફોન બંધ રાખવો પડ્યો છે.