16 વર્ષ નાના ગુરપ્રીત કૌર CM ભગવંત માનના દુલ્હન બન્યા, માંગ ટીકામાં છે મોટું રહસ્ય છૂપાયેલું, જુઓ PHOTOS
ફોટામાં ભગવંત માન પંજાબી ટ્રેડિશન મુજબ હાથમાં મોટી તલવાર લઈને ઊભેલા દેખાય છે. ભગવંત માનનું વેડિંગ લૂક સિંપલ હોવાની સાથે સાથે ક્લાસી પણ છે. વરરાજાના પોષાકમાં પંજાબના સીએમ ભગવંત માનના ઠાઠ લાગી રહ્યા છે. તેમણે વેડિંગ ડે પર સિલ્કનો ગોલ્ડન કલરનો કૂર્તો પાઈજામો પહેર્યા છે. આ સાથે જ તેમણે નહેરું જેકેટ પણ પહેર્યું. ભગવંત માને પોતાની પાઘડીને પણ વેડિંગ ડ્રેસ સાથે મેચ કરી. તેમણે યલ્લો કલરની પાઘડીને મોતી અને સ્ટોનથી બનેલા બ્રોચથી સજાવ્યું.
લગ્ન પહેલા સીએમ ભગવંત માનનો રસ્તો તેમની સાળીઓએ રોક્યો હતો. ત્યારબાદ રિબિન કાપવાના નેગના પૈસા પણ લેવાયા. આ દરમિાયન કેજરીવાલ પણ તેમની સાથે જોવા મળ્યા.
ફોટામાં ભગવંત માન પંજાબી ટ્રેડિશન મુજબ હાથમાં મોટી તલવાર લઈને ઊભેલા દેખાય છે. ભગવંત માનનું વેડિંગ લૂક સિંપલ હોવાની સાથે સાથે ક્લાસી પણ છે.
સીએમ માનના લગ્નની જે તસવીરો સામે આવી છે તેમાં સીએમ માન સાથે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, રાઘવ ચડ્ઢા પરિવાર સહિત જોવા મળ્યા.
ગુરપ્રીત કૌરે ગોલ્ડન માંગ ટીકો પહેર્યો છે. તેમણે જે માંગ ટીકો પહેર્યો છે તેને પીપલ પત્તી (પીપળાનું પાન) કહે છે. પંજાબી કલ્ચરમાં તેને વેડિંગ લૂકનો મહત્વનો ભાગ કહેવામાં આવે છે.
તસવીરોમાં ભગવંત માન અને તેમના જીવનસાથી ગુરપ્રીત કૌરના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે જેને જોતા અંદાજો લગાવી શકાય કે તેઓ જીવનની આ નવી શરૂઆતથી ખુબ જ રોમાંચિત છે.
અત્રે જણાવવાનું કે પંજાબના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે પહેલીવાર કોઈના સીએમ પદે રહેતા લગ્ન થયા છે.
લગ્ન પહેલા સીએમ ભગવંત માનનો રસ્તો તેમની સાળીઓએ રોક્યો હતો. ત્યારબાદ રિબિન કાપવાના શગુનના પૈસા પણ લેવાયા. આ દરમિયાન કેજરીવાલ પણ તેમની સાથે જોવા મળ્યા.
ભગવંત માન અને ગુરપ્રીત કૌરના લગ્ન શીખ રીતિ રિવાજથી થયા. લગ્ન સમારોહ સીએમ નિવાસે જ રાખવામાં આવ્યો હતો.
ભગવંત માનના માતા અને બહેને પોતે ગુરપ્રીત કૌરને પસંદ કર્યા છે. ગુરપ્રીત કૌર ભગવંત માનના પરિવારની ખુબ નીકટ છે.
સીએમ ભગવંત માનના આ બીજા લગ્ન છે. તેમણે 6 વર્ષ પહેલા ડિવોર્સ લીધા હતા. તેમના પહેલા પત્ની અને બે બાળકો અમેરિકા રહે છે.
સીએમ ભગવંત માનના લગ્ન એકદમ સાદા સમારોહમાં થયા. મર્યાદિત લોકો જ લગ્નમાં સામેલ થયા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે જોવા મળ્યા. તેઓ ભગવંત માનને પોતાના નાના ભાઈ માને છે.