Farmers Protest: Red Fort હિંસાનો આરોપી દીપ સિદ્ધુ આ હોટ અભિનેત્રીની મદદથી પોલીસને આપતો હતો હાથતાળી
ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં લાલ કિલ્લા પર હિંસાત્મક ઘટનાને અંજામ આપ્યો. આ ઘટનામાં પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું નામ સામે આવ્યું.
જેવું અભિનેતા દીપ સિદ્ધુનું નામ સામે આવ્યું ત્યાર બાદ તે પોલીસથી છૂપાઈ ગઓ. પરંતુ આ દરમિયાન તે સતત પોતાના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હતો.
આખરે દીપ સિદ્ધુ પોલીસના સકંજામાં આવી ગયો. તેની ધરપકડ બાદ એક નવી જાણકારી સામે આવી જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે સંતાઈ રહ્યો હતો તે દરમિયાન દીપ સિદ્ધુ સતત પોતાની ખાસ મિત્ર રીના રાયના સંપર્કમાં હતો.
રીના રાય પંજાબી ફિલ્મોની અભિનેત્રી છે અને દીપ સિદ્ધુ સાથે ફિલ્મોમાં જોવા મળી છે. રિપોર્ટ્સનું માનીએ તો રીના દીપ સિદ્ધુની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે.
દીપ સિદ્ધુ સંતાઈ ગયો તે દરમિયાન રીના જ કેલિફોર્નિયાથી તેના વીડિયો અપલોડ કરતી હતી. કારણ કે દીપ સિદ્ધુએ પોતાના ફોનમાંથી ફેસબુક લોગઆઉટ કરી નાખ્યું હતું. જેથી કરીને પોલીસ તેના સુધી પહોંચી ન શકે.
રીના રાયે 2014માં મિસ સાઉથ એશિયા યુએસએમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તેણે અભિનયમાં ડગ માંડ્યા. રીનાએ પંજાબી ફિલ્મો ઉપરાંત અનેક પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કર્યું છે. રીનાની પહેલી પંજાબી ફિલ્મ રંગ પંજાબ 2018માં રિલીઝ થઈ હતી.