પર્સમાં આ ખાસ વસ્તુ રાખવાથી ક્યારેય નહીં ખુટે પૈસા! નુસખો અજમાવીને જોઈલો
પર્સ પૈસાથી ભરેલું રાખવા માટે તમારે તેમાં અમુક ખાસ વસ્તુઓ રાખવી પડશે. આ વસ્તુઓ પર્સમાં રાખવાથી પૈસા ચૂંબક પાસે આવે તેમ ખેંચાઈને તમારી પાસે આવી જશે. હાલ પણ આ વસ્તુ મૂકતા પહેલાં ધ્યાન રાખો પર્સ લેધરનું તો નથી ને.
પર્સમાં કમળના બીજ રાખવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે. કેમ કે, મા લક્ષ્મીને કમળ બહુ પ્રિય છે. તે તમને આર્થિક લાભ પણ આપશે અને માનસિક શાંતિ મળશે.
પર્સમાં નાનકડું શ્રી યંત્ર રાખવાથી તમે હંમેશા સકારાત્મકતાથી હરાભરા રહેશો. આ તમારી ભાગ્યવૃદ્ધિ કરશે અને સુખ-સમૃદ્ધિ આપશે.
પર્સમાં 7 ગોમતી ચક્ર રાખવાથી ધન લાભ થાય છે. આ ગોમતી ચક્રથી તમને ક્યારેય પૈસાની તંગી નહીં આવે.
પીપળના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. જો વિષ્ણુ ભગવાનની કૃપા હશે તો મા લક્ષ્મી એમ જ તમારા પર મહેરબાન રહેશે. માટે તમારા પર્સમાં એક પીપળનું પાન ગંગાજશથી ધોઈને રાખી દો. આ પાંદડા પર કેસરથી શ્રી લખી દો. થોડા જ દિવસમાં પૈસા ખેંચાતા આવી જશે. પણ હાલ પર્સમાં આ પાન કોઈને દેખાઈ નહીં તે રીતે રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS કે ZEE24ક્લાક એની પુષ્ટી કરતું નથી.)