મેકઅપ વગર આવી દેખાય છે પુષ્પાની શ્રીવલ્લી, જુઓ Rashmika Mandanna નો અસલી લુક
આ તસવીરોને જોઈને તમે પણ કહે શો કે ખુબ પ્રેમાળ છે રશ્મિકા. તેને મેકઅપથી પોતાની સુંદરતા વધારવાની જરૂર પડતી નથી. તેની સ્માઇલ તેનો મેકઅપ છે.
રશ્મિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને તે ફેન્સની સાથે લાઇવ થઈને વાતચીત કરતી રહે છે.
રશ્મિકા તે અભિનેત્રીઓમાં સામેલ છે, જે પબ્લિક પ્લેસથી લઈને સોશિયલ મીડિયા સુધી મેકઅપ વગર આવતા ડરતી નથી. તેને ઘણીવાર નો મેકઅપ લુકમાં સપોટ કરવામાં આવી છે.
રશ્મિકા મંદાના આ દિવસોમાં શ્રીવલ્લીને કારણે ચર્ચામાં છે. તેણે પોતાના કરિયરની શરૂઆત એક જાહેરાતમાં મોડલના રૂપમાં કરી હતી. ત્યારબાદ કિરિક પાર્ટીમાં રક્ષિત શેટ્ટીની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી. પોતાની પ્રથમ ફિલ્મની સફળતા બાદ રશ્મિકાએ પુનીત રાજકુમારની સાથે હર્ષની અંજની પુત્ર અને ગણેશની સાથે ચમક સાઇન કરી. તેણે મહેશ બાબૂની સાથે સરિલરૂ નીકેવરૂમાં જોરદાર પ્રશંસા મેળવી હતી. તે છેલ્લે સુપરહિટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝમાં અલ્લૂ અર્જુન સાથે જોવા મળી હતી.
અભિનેત્રી જલદી બોલીવુડમાં પર્દાપણ કરવાની છે. તે અમિતાભ બચ્ચનની સાથે અલવિદામાં અભિનય કરશે અને તેને દિગ્દર્શક વિકાસ બહલ અને એકતા કપૂર દ્વારા બનાવવામાં આવશે. અલવિદા રશ્મિકાની મિશન મજનૂ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે બીજી બોલીવુડ ફિલ્મ હશે.