રામ મુદ્રા વિશે તમે શું જાણો છો? આ દેશમાં એક સમયે છપાઈ હતી ભગવાન રામની તસવીર સાથે નોટ
GCWP ના મુખ્ય મથક આયોવામાં મહર્ષિ વૈદિક શહેરમાં આવેલું છે. આ સંસ્થાએ પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે, વૈદિક સિટીએ 24 ફેબ્રુઆરી 2002 ના રોજ રામ મુદ્રાનું વિતરણ શરુ કર્યું હતું. સિટીના આર્થિક વિકાસ અને સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપવા માટે, નગર પરિષદે રામ મુદ્રાનું ચલણ સ્વીકાર્યું હતું. કાગળની એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડોલર નક્કી કરવામાં આવી હતી.
બીબીસીના એક જૂના રિપોર્ટ મુજબ, વર્ષ 2003 માં, 'રામ મુદ્રા' લગભગ 100 દુકાનો, 30 ગામો તેમજ નેધરલેન્ડના કેટલાક શહેરોમાં ચાલતી હતી. આ સમયે માહિતી આપતી વખતે, 'ડચ સેન્ટ્રલ બેંક' એ કહ્યું હતું કે, અમે 'રામ મુદ્રા' પર નજર રાખીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે મહર્ષિ મહેશ યોગીનું સંગઠન આ ચલણનો ઉપયોગ માત્ર ક્લોઝ ગ્રુપમાં જ કરશે અને કાયદાની બહાર કંઈ કરશે નહીં.
તે સમયે રામની તસવીર સાથે 1, 5 અને 10 ની નોટો બહાર પાડવામાં આવી હતી, જે માત્ર નેધરલેન્ડ અને અમેરિકાના કેટલાક સ્થળોએ સ્વીકારવામાં આવી હતી.
રામ સમાન્ય રીતે વર્ડ પીસ બોન્ડ તરીકે ઓળખાય છે. યુરોપમાં આ 10 યુરો બરાબર છે. જ્યારે અમેરિકામાં આ 10 ડોલર થઈ જાય છે. મુદ્રાનો ઉપયોગ સંગઠન દ્વારા શાંતિ મહેલોના નિર્માણ માટે કરવામાં આવ્યો હતો.
એવું કહેવાય છે કે, 24 ફેબ્રુઆરી 2002 થી રામ મુદ્રાનો વ્યવહાર શરૂ થયો હતો. વૈદિક શહેરના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે, અમેરિકન સિટી કાઉન્સિલે આ ચલણ સ્વીકાર્યું પરંતુ તેને ક્યારેય લીગલ ટેન્ડર આપ્યું નહીં. એટલે કે, અમેરિકા અને નેધરલેન્ડની સેન્ટ્રલ બેંકોએ ક્યારેય રામ મુદ્રાને લીગલ ટેન્ડર (સત્તાવાર ચલણ) તરીકે ગણ્યા નથી.
મહર્ષિ મહેશ યોગી છત્તીસગઢ રાજ્યમાં જન્મ્યા હતા. તેમનું ઓરિજનલ નામ મહેશ પ્રસાદ વર્મા હતું. તેમણે ફિઝિક્સમાં ઉચ્ચ શિક્ષણ લીધા બાદ શંકરાચાર્ય બ્રહ્માનંદ સરસ્વતીથી દીક્ષા લીધી હતી. ત્યારબાદ તેમણે વિદેશમાં પોતાનો પ્રચાર પ્રસાર કર્યો હતો. ખાસ કરીને તેમનું ગુણાતીત ધ્યાન (Transcendental Meditation) વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. વર્ષ 2008 માં તેમનું અવસાન થયું.