જીવન ધૂળધાણી કરી નાખે રાહુ-કેતુ, પણ આ 3 રાશિવાળાનું આજથી ભાગ્ય પલટી નાખશે, તમામ દુ:ખ-દર્દ દૂર થશે!
રવિવારે 10 નવેમ્બરે 2024ના રોજ છાયા ગ્રહો રાહુ અને કેતુએ એક સાથે રાતે 11.31 કલાકે નક્ષત્ર પરિવર્તન કર્યું. રાહુ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો જ્યારે કેતુએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કર્યું. આ બંને ગ્રહોના આ નક્ષત્ર પરિવર્તનથી રાશિઓ પર સારી અને ખરાબ બંને અસર પડશે. પરંતુ 3 રાશિઓ માટે તે ખુબ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ રાશિઓના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે 3 લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિના સ્વામી દૈત્યાચાર્ય શુક્ર છે અને રાહુ-કેતુ તેમના મિત્ર ગ્રહ છે. આ બંને ગ્રહોના નક્ષત્ર પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોમાં ધૈર્ય અને સંયમ વધી શકે છે. તમે પહેલા કરતા વધુ શાંત અને સ્થિર થશો. જેની તમામ કામકાજ પર અસર પડશે. ધન કમાવવાની નવી નવી તકો મળી શકે છે. વેપારમાં વધારો થશે. રોકાણથી પણ સારો એવો લાભ થઈ શકે છે. નોકરીમાં તમે તમારી કરિયરમાં નવી ઊંચાઈઓને સ્પર્શી શકો છો. ઓફિસમાં સહકર્મીઓના કામકાજમાં સહયોગ મળશે. કામકાજ અર્થે મુસાફરી થશે જેનાથી લાભ થશે. દરેક પ્રકારના નાણાકીય સંકટોથી છૂટકારો મળશે. નવા કામ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. મેરિડ લાઈફ અને કૌટુંબિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ બર્ડ્સ માટે આ સમય રોમાન્સમાં પસાર થશે. સિંગલ લોકોને સાથી મળવાના ચાન્સ છે.
તુલા રાશિનો સ્વામી પણ શુક્ર ગ્રહ છે. રાહુ અને કેતુની ચાલમાં ફેરફાર આ રાશિના જાતકો માટે ખુબ લાભકારી સાબિત થશે. રાહુ-કેતુના ગોચરથી તમારામાં સકારાત્મક સોચ વધી શકે છે અને જીવનના પડકારોનો સામનો કરવામાં સક્ષમ રહેશો. અચાનક ધનલાભ થવાથી સંપત્તિમાં વધારો થઈ શકે છે. નોકરીમાં સ્થિરતા આવશે અને તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. કામકાજ અર્થે મુસાફરી સારો એવો ધનલાભ કરાવી શકે છે. ધનસંકટ દૂર થશે. નવા વ્યાપારિક સંબંધ બનવાથી વેપારમાં સફળતા મળશે. વેપાર અર્થે મુસાફરી લાભકારી રહેશે. અટવાયેલા અને અટકેલા કામો પૂરા થશે. મેરિડ લાઈફ સુખમય રહેશે. લવ રિલેશનશીપમાં મજબૂતી આવશે. રોમાન્સ વધશે. વિવાહ યોગ્ય જાતકો માટે વિવાહના યોગ બનશે.
કુંભ રાશિના સ્વામી શનિદેવ છે જે રાહુના મિત્ર છે. રાહુ-કેતુના ગોચરથી કુંભ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. તમારી મહેનત અને બુદ્ધિમત્તાથી તમારો ભાગ્યોદય થઈ શકે છે. તમારા યોગ્ય પ્રયત્નોથી થોડા દિવસમાં ધનના ભંડાર જોવા મળી શકે છે. નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. તમે તમારી કરિયરમાં આગળ વધશો અને દરેક કામને કુશળતાથી કરી શકશો. કારોબારી યાત્રાઓથી નવા કોન્ટ્રાક્ટ થવાની શક્યતા છે. જે લાભકારી રહેશે. નવી વેપારી તકો મળવાથી લાભના માર્જિનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી શકે છે. અટવાયેલું ધન પાછું મળી શકે છે. લાઈફ પાર્ટનર સાથે સંબંધ મધુર બનશે. સિંગલ લોકોને સાથી મળી શકે છે. પ્રેમ સંબંધ મજબૂત થશે, સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.