ધનોતપનોત કાઢી નાખે તેવો રાહુ 10 નવેમ્બરથી આ 5 રાશિવાળાનું નસીબ ચમકાવી દેશે, ધનના તો ઢગલે ઢગલા થવા લાગશે!

Thu, 07 Nov 2024-9:53 am,

જ્યારે રાહુ નબળો કે અશુભ હોય તો રાહુ વ્યક્તિના જીવનમાં અશાંતિ, માનસિક તણાવ અને બીમારીઓ આપે છે. આ વ્યક્તિ નશો, જુગાર અને અન્ય ખરાબ આદતોનો ભોગ બને છે જેનાથી જીવન પણ તબાહ થઈ શકે છે. રાહુની ચાલમાં ફેરફારથી જીવનના તમામ પહેલુઓ પર અસર પડતી હોય છે. વૈદિક જ્યોતિષ મુજબ રવિવારે 10 નવેમ્બર 2024ના રોજ રાહુ રાતે 11.31 વાગે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના તૃતીય પદથી નીકળીને દ્વિતીય પદમાં પ્રવેશ કરશે. અહીં તે 12 જાન્યુઆરી 2025 સુધી રહેશે. રાહુની ચાલમાં આ ફેરફારની અસર તમામ રાશિઓ પર પડશે પરંતુ 5 રાશિઓ એવી છે જે માલામાલ થઈ શકે છે. ધનથી તિજોરીઓ છલકાઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...  

વૃષભ રાશિના જાતકોનો તણાવ અને ચિંતા ઓછા થશે અને મન પ્રસન્ન રહેશે. આવકના નવા નવા સ્ત્રોત સર્જાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જીવનમાં રહેણી કરણીમાં પોઝિટિવ ફેરફાર આવશે. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. સાથીઓ અને અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં વધારો થશે. મુસાફરી લાભદાયી રહેશે. રાજકારણ સાથે જોડાયેલા જાતકોને કોઈ મોટું રાજકીય પદ મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે અને સારા પરિણામ મળશે. કૌટુંબિક અને દાંપત્ય જીવન ખુશનુમા રહેશે. સંબંધીઓનો પણ સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

રાહુની ચાલમાં ફેરફારથી કન્યા રાશિના જાતકોના જીવનમાં સ્થિરતા આવશે. માનસિક સ્થિતિ પર સકારાત્મક અસર પડશે. તમે વધુ ધૈર્યવાન અને સંયમિત બનશો. રોકાણથી લાભ થવાથી ધન સંકટ દૂર થશે. ઘર અને પરિવારની સ્થિતિ મજબૂત થશે. જોબમાં પણ સ્થિરતા આવશે. આવક વધવાના કે બોનસ મળવાના યોગ બની રહ્યા છે. વેપારી મુસાફરીથી લાભ થશે. કોઈ સારી ડીલ ફાઈનલ થઈ શકે છે. તમારા સામાજિક કાર્યથી તમારી પ્રતિષ્ઠા વધશે. માતા પિતાના આશીર્વાદ મળશે. કૌટુંબિક જીવન સુખમય રહેશે. 

તુલા રાશિના જાતકો રાહુની ચાલમાં ફેરફાર આવવાથી ખુબ સંચાર કુશળ અને રચનાત્મક બનશે. માનસિક સ્થિતિ મજબૂત થશે અને યોગ્ય નિર્ણય લઈ શકશો. વેપાર વધવાથી આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્રે માન સન્માન વધશે. વેપારમાં લાભ થશે. મુસાફરી સુખદ રહેશે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ પૂરા કરવામાં સફળતા મળશે. સાથીઓનો સહયોગ મળશે. તમારો સ્વભાવ અને દાન કરવાની પ્રવૃત્તિ તમને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરાવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

ધનુ રાશિવાળાને રાહુની ચાલમાં ફેરફાર થવાથી સંવેદનશીલતા વધી શકે છે. તમે બીજા પ્રત્યે વધુ કેરિંગ બનશો. ધન સંપત્તિમાં વધારો થવાના પ્રબળ યોગ છે. કાર્યક્ષેત્રે માન સન્માન વધશે. વેપારીઓ માટે આ ગોચર ખુબ લાભકારી રહેશે. નવી તકો મળશે. વેપારમાં નાણાકીય સ્થિતિ મજબૂત થશે. અપ્રત્યાશિત લાભ થશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે. કોલેજની ટ્રિપ યાદગાર અને સુખદ રહેશે. લેખન  સંબંધિત વ્યક્તિઓને તેમની કોઈ રચના માટે પુરસ્કાર મળી શકે છે. સારો એવો ધનલાભ થઈ શકે છે. કુટુંબમાં બધુ મંગળમય થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. 

રાહુની ચાલમાં ફેરફારથી તમારામાં નવો આત્મવિશ્વાસ પેદા થશે. તમે સારો નિર્ણય લેવામાં સફળ થશો. તમે વધુ સકારાત્મક રહેશો. આવકના નવા સ્ત્રોત ખુલવાથી આવકમાં વધારાના યોગ છે. તણાવ ઘટશે. જોબ અને કામકાજમાં સફળતા મળશે. અધિકારીઓની પ્રશંસા મળશે. પ્રમોશન થઈ શકે છે. તમારી વેપારી ગતિવિધિઓમાં વધારો થશે. સોશિયલ મીડિયા માર્કેટિંગના સહારે ધનની આવક વધશે. પરિણીત જીવન સુખમય રહેશે. ઘરમાં માંગલિક કામ થઈ શકે છે. સંબંધો મજબૂત થશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link