Rahu Ketu Gochar: 2025માં પાપી ગ્રહ રાહુ અને કેતુ કરશે ગોચર, ખુલી જશે આ જાતકોના ભાગ્યનો દરવાજો, કરિયર-કારોબારમાં થશે લાભ
Rahu Ketu Gochar 2025 Effects: જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને પાપી ગ્રહ કહેવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ જાતકની કુંડળીમાં રાહુ કે કેતુની હાજરી મજબૂત થઈ થઈ જાય તો તેને નુકસાન થવાનું શરૂ થઈ જાય છે. તેના ગોચરથી પણ આવી સ્થિતિ બને છે. પરંતુ હંમેશા તે જોવા મળતું નથી. કેટલીકવાર રાહુ અને કેતુનું ગોચર કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. આગામી વર્ષે પણ રાહુ અને કેતુ ગોચર કરશે, જેનાથી કેટલાક જાતકોને શુભ ફળ મળશે.
હિંદુ પંચાગ અનુસાર રાહુ અને કેતુ આગામી વર્ષે પોતાની રાશિમાં ફેરફાર કરશે. રાહુ ગ્રહ આગામી વર્ષે 18 મે 2025ના મીન રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તો કેતુ ગ્રહ કન્યાથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. તેના કારણે ત્રણ રાશિઓ માલામાલ થવાની છે.
રાહુ કેતુ ગોચરથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ વધશે. ભાઈ-બહેનોની સાથે સંબંધ સારા રહેશે. આકસ્મિક ધનલાભ થવાનો યોગ બનશે. તમે પરિવારની સાથે કે એકલા યાત્રા પર જઈ શકો છો.
આ રાશિના જે જાતકો હજુ કુંવારા છે, તેના ઘરે શરણાઈ વાગી શકે છે. તમે કોઈ નવું વાહન પણ ખરીદી શકો છો. પરિવારમાં ધન-સંપત્તિ સાથે જોડાયેલો કોઈ ફાયદો થઈ શકે છે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્ય થઈ શકે છે.
રાહુ કેતુ ગોચરને કારણે તમારા માટે આકસ્મિક ધનલાભનો યોગ બની રહ્યો છે. કોઈ જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. વેપારમાં નવા સોદા થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.
આ રાશિના જાતકો માટે નવું વર્ષ ખુબ સારૂ રહેસે. પરિવારનો સાથ મળશે, જેનાથી તમે કોઈ નવો બિઝનેસ કે કામ શરૂ કરી શકો છો. આધ્યાત્મમાં તમારૂ મન લાગશે. પરિવાર સાથે કોઈ તીર્થસ્થાન પર જઈ શકો છો.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.