30 ઓક્ટોબરથી શરૂ થશે આ જાતકોના અચ્છે દિન, ધનવર્ષાનો યોગ

Sun, 08 Oct 2023-7:33 pm,

રાહુ-કેતુ 30 ઓક્ટોબરે ચાલ બદલશે. આ દિવસે રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુના ચાલ બદલવાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ-કેતુને પાપી અને માયાવી ગ્રહ કહેવામાં આવે છે. રાહુ-કેતુના અશુભ પ્રભાવોથી દરેક ભયભીત રહે છે પરંતુ એવું નથી રાહુ-કેતુ માત્ર અશુભ ફળ આપે છે. રાહુ-કેતુ શુભ ફળ પણ પ્રદાન કરે છે. રાહુ-કેતુના શુભ થવા પર વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે. રાહુ-કેતુ ધીમી ચાલ ચાલે છે અને દોઢ વર્ષમાં એકવાર રાશિ પરિવર્તન કરે છે. રાહુ-કેતુ વક્રી ચાલ ચાલે છે. રાહુ-કેતુના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને ફાયદો થશે.   

કાર્યો પ્રત્યે ઉત્સાહ રહેશે. ધર્મ-કર્મ પ્રત્યે ઈચ્છા વધશે. માતાનો સહયોગ મળશે. માતા પાસેથી ધન પ્રાપ્તિનો યોગ છે. કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. બૌદ્ધક કાર્યથી ધનલાભ થશે. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે. પરિવારમાં કોઈ સાથે ધાર્મિક યાત્રાએ જઈ શકો છો.

કારોબારના વિસ્તારની યોજના સફળ થશે. ભાઈઓનો સહયોગ મળશે પરંતુ પરિશ્રમ વધુ રહેશે. ઘર-પરિવારમાં માંગલિક કાર્ય થશે. વસ્ત્ર વગેરેની ભેટ મળી શકે છે. નોકરીમાં પરિવર્તનની સાથે બીજા સ્થળે જવું પડી શકે છે. આયાત-નિકાસના કારોબારમાં લાભ મળી શકે છે. માતાનું સાનિધ્ય મળશે. વાહન સુખમાં વધારો થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.  

આત્મવિશ્વાસ સારો રહેશે. ઘર-પરિવારમાં સુખ-સુવિધાનો વિસ્તાર થશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન સંભવ છે, પરિશ્રમ વધુ રહેશે. માતાનું સાનિધ્ય તથા સહયોગ મળશે. લાભમાં વધારો થઈ શકે છે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે.

આત્મવિશ્વાસ સારો રહેશે. અભ્યાસમાં રૂચિ રહેશે. નોકરીમાં પરિવર્તનની સંભાવના બની રહી છે. કોઈ બીજા સ્થાને જવું પડી શકે છે. ભાઈઓના સહયોગથી મોટા કામ થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને લાભ થશે. માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે.

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link