દોઢ વર્ષ સુધી આ જાતકોને જલ્સા, પૈસાથી ભરાઈ જશે બેન્ક એકાઉન્ટ, ગ્રહ ગોચરથી ચમકી જશે ભાગ્ય
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને માયાવી ગ્રહ માનવામાં આવ્યા છે. એક રાશિથી બીજી રાશિમાં જવામાં રાહુ-કેતુને દોઢ વર્ષનો સમય લાગે છે. 30 ઓક્ટોબરે બંને ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. તેનો શુભ અને અશુભ પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. નોંધનીય છે કે 18 મે 2025 સુધી રાહુ મીન અને કેતુ કન્યા રાશિમાં રહેશે. આ દરમિયાન પાંચ રાશિના જાતકોને વધુ લાભ થવાનો છે. જાણો આ રાશિઓ વિશે.
મેષ રાશિમાં દેવગુરૂ બૃહસ્પતિ લગ્ન ભાવમાં બિરાજમાન છે અને રાહુથી પીડિત છે. રાહુના મીનમાં ગોચર કરવાથી મેષ રાશિના જાતકોને ગુરૂ ચંડાલ યોગથી મુક્તિ મળી જશે. નોંધનીય છે કે ગુરૂ અને રાહુના એક રાશિમાં હોવા પર ખુબ અશુભ યોગ ગુરૂ ચંડાલ યોગનું નિર્માણ થાય છે. આ યોગથી મુક્તિ મળતા મેષ રાશિના જાતકોને કામમાં સફળતા મળશે. ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. આ સમયમાં તમારા અટવાયેલા કામ પૂરા થશે. આવકમાં વધારો થશે. સાથે વ્યક્તિને રોજગારની નવી તક પ્રાપ્ત થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ-કેતુનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકોને વિશેષ ફળ આપશે. નોંધનીય છે કે આ સમયે ગુરૂ આવક ભાવમાં જોઈ રહ્યાં છે. રાહુના રાશિ બદલવાની સાથે મિથુન રાશિના જાતકોને લાબ થશે. આ દરમિયાન મિથુન રાશિના જાતકોની આવકમાં વધારો થશે. મિથુન રાશિમાં રાહુ ઉચ્ચ હોય છે. તેવામાં આ જાતકોને રાહુના રાશિ બદલવાથી ગુરૂની હાજરીથી શુભ ફળની પ્રાપ્તિ થશે.
વૈદિક જ્યોતિષ અનુસાર કર્ક રાશિના જાતકો માટે પણ આવનારો સમય લાભદાયી રહેવાનો છે. નોંધનીય છે કે કર્ક રાશિમાં ગુરૂ ઉચ્ચ હોય છે. નોંધનીય છે કે આ સમયે ગુરૂ કર્ક રાશિના કરિયર ભાવને જોઈ રહ્યાં છે. તેવામાં કર્ક જાતકોને કરિયર અને કારોબારમાં નવી તક મળશે. જીવનમાં આ સમયે ઊંચો મુકામ હાસિલ કરશો અને આવકમાં વધારો થશે. આ સમયે અટવાયેલા કામ પૂર્ણ થશે.
નોંધનીય છે કે આ સમયે ગુરૂ સિંહ રાશિના ભાગ્ય ભાવને જોઈ રહ્યાં છે. માન્યતા છે કે જો ગુરૂ આ ભાવમાં રહે છે તો જાતકોને ભાગ્યનો સાથ મળે છે. તેવામાં આવનારા સમયમાં સિંહ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાનો છે. કરિયરમાં ઈચ્છા પ્રમાણે સફળતા મળશે. અચાનક ધનલાભનો યોગ બનતો જોવા મળી રહ્યો છે. તો દેવગુરૂ બૃહસ્પતિની કૃપાથી સિંહ રાશિના જાતકોના જીવનમાં સુખનો વાસ થશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ મીન રાશિના ધન ભાવમાં જોઈ રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકોને રાહુ-કેતુના ગોચરથી વિશેષ ધનલાભ થવાનો છે. નોંધનીય છે કે રાહુલ પણ મીન રાશિના ધન ભાવમાં બિરાજમાન થશે. બંનેની હાજરીથી ગુરૂ ચંડાલનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ રાહુના રાશિ પરિવર્તનથી મીન રાશિના જાતકોને ગુરૂના આશીર્વાદ પ્રાપ્ત થશે. એટલું જ નહીં મીન રાશિના જાતકોની આવકમાં વધારો થશે. કરિયર અને કારોબારમાં મન પ્રમાણે ફળની પ્રાપ્તિ થશે.