પાપી ગ્રહની શુક્ર સાથે યુતિ આ જાતકોને કરાવશે છપ્પરફાડ ધનલાભ, પ્રમોશન સાથે બંપર પગાર વધશે

Wed, 28 Feb 2024-8:22 pm,

Rahu Shukra Yuti: વૈદિક જ્યોતિષનું માનીએ તો એપ્રિલ મહિનો કેટલીક રાશિઓ માટે ખુબ ખુશીઓ અને ભેટ સોગાત લઈને આવશે. આ રાશિવાળાનું માન સન્માન વધશે અને નોકરી દરમિયાન પગાર વધવાની સાથે પ્રમોશનમાં મળવાના પણ ચાન્સ છે. અત્રે જણાવવાનું કે 31 માર્ચના રોજ શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ રાહુ ગ્રહ ઉપસ્થિત છે. આવામાં રાહુ અને શુક્રની યુતિ કેટલીક રાશિઓ માટે માન સન્માનની સાથે સાથે પદ પ્રતિષ્ઠા વધારનારી રહેશે. આવી દશા 23 એપ્રિલ સુધી જળવાશે. વૈદિક જ્યોતિષ પ્રમાણે જાણો કઈ રાશિઓને આ દશાથી લાભ થશે....

વૃષભ રાશિ: વૃષભ રાશિવાળા માટે શુક્ર જે સુખ સંપત્તિનો કારક માનવામાં આવે છે તે રાહુ સાથે મળીને અનેક સકારાત્મક પરિણામ લાવશે. જેનાથી તેમના જીવનમાં અનેક ફેરફાર આવવાના છે. અત્રે જણાવવાનું કે આવામાં વૃષભ રાશિવાળાને એપ્રિલ મહિનામાં પગાર વધવાની સાથે પ્રમોશન થવાના પણ ચાન્સ છે. માનસિક સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. કોઈ જૂની બીમારીથી પીડાતા હોવ તો તેનો પણ અંત આવશે. નવા સંબંધથી ભવિષ્યમાં ફાયદો પણ થઈ શકે છે. 

મિથુન રાશિ: આ રાશિના લોકો પોતાની વાણીથી બધાનું મન મોહી લેશે. એપ્રિલ મહિનામાં જે પણ આ રાશિનું કામ અંગે પ્લાનિંગ હશે તેમાં સફળતા મળશે. આ દરમિયાન જે પણ મહેનત કરશો તેનું ફળ ચોક્કસ મળશે અને લાભ પણ થશે. આ સાથે જ જો નવી નોકરીની શોધમાં હશો તો તે એપ્રિલ સુધીમાં પૂરી થઈ જશે. બની શકે કે એપ્રિલ મહિનામાં નવી ગાડી કે પ્રોપર્ટી ખરીદવાની તક પણ મળે. 

કર્ક રાશિ: કર્ક રાશિવાળા લોકો એપ્રિલ મહિનામાં નવી પ્રોપર્ટી ખરીદી શકે છે. ઓફિસમાં સીનિયર્સનો ઘણો સહયોગ મળશે. પરિવારમાં આ મહિને સંપૂર્ણ રીતે સુખ અને શાંતિ જળવાઈ રહેશે. આ સમયગાળામાં જે પણ લક્ષ્યાંકો બનાવ્યા હશે તે જરૂર હાંસલ કરી શકશો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link