Rahu Gochar 2023: માયાવી ગ્રહ રાહુ બદલશે પોતાની ચાલ, આ ત્રણ જાતકો માટે મુશ્કેલ સમયનો થશે અંત

Wed, 13 Sep 2023-4:26 pm,

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુ માયાવી ગ્રહ માનવામાં આવ્યા છે. આ બંને હંમેશા વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચાલે છે. રાહુ-કેતુ દર 18 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. વૈદિક જ્યોતિષ પંચાગ અનુસાર રાહુ વર્તમાનમાં મેષ રાશિમાં છે અને 30 ઓક્ટોબર 2023ના મીન રાશિમાં ગોચર કરશે. રાહુ ગોચરનો દરેક રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડશે. રાહુલ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે તો કેટલાક જાતકોના જીવનમાં મુશ્કેલી ઓછી થઈ શકે છે. જાણો તે રાશિ વિશે. 

રાહુ ગોચરના પ્રભાવથી વૃષભ રાશિના જાતકોને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે. રોકાણમાં લાભ થશે, જેનાથી ધનમાં  વધારો થઈ શકે છે. સંબંધોમાં સમજ વધશે. વૃષભ રાશિના જાતકો પોતાના કરિયરમાં મહેનત કરી પ્રમોશનની આશા કરી શકે છે. કુલ મળીને તમારા પડકારોનો અંત થશે અને સારા સમયની શરૂઆત થશે. 

કન્યા રાશિના જાતકો રાહુ ગોચરથી સકારાત્મક પ્રભાવોનો અનુભવ કરશે. અચાનક ધનલાભનો પ્રબળ યોગ બની રહ્યો છે. પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવશો અને સંબંધોમાં સુધાર થશે. તમારા જીવનસાથી ખુશીઓ લાવશે. શુભ સમાચારની પ્રાપ્તિથી જીવનમાં ખુશીઓ વધશે. તમારો વ્યવસાય સારી રીતે ચાલશે અને કામની નવી તક મળશે. જો તમે પાર્ટનરશિપમાં ધંધો કરી રહ્યાં છો તો સતર્ક રહેવાની જરૂર છે. 

રાહુ ગોચર 2023ના પ્રભાવથી મકર રાશિના જાતકોને પોતાના કરિયરમાં નવી સંભાવનાઓ પ્રાપ્ત થશે. આવકમાં  વધારો થઈ શકે છે. આર્થિક રૂપથી સ્થિરતા બનેલી રહેશે કારણ કે તે તમારા સંસાધનોનું બુદ્ધિમાનીથી મેનેજમેન્ટ કરશે. કુલ મળીને આ ગોચર એક પોઝિટિવ પરિવર્તન લાવશે, જેનાથી મકર રાશિના જાતકોની મુશ્કેલી ઓછી થશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link