18 વર્ષ બાદ માયાવી ગ્રહ કરશે રાશિ પરિવર્તન, 3 રાશિવાળાને જબરદસ્ત ધન લાભ કરાવશે, અધૂરા કામ પૂરાં થશે
માયાવી રાહુ નવગ્રહોમાં ખાસ ગણાય છે. આ એક એવો ગ્રહ છે જે એક રાશિમાં લગભગ 18 મહિના સુધી રહે છે. આવામાં તેને એક રાશિ ચક્ર પૂરું કરવામાં લગભઘ 18 વર્ષનો સમય લાગે છે. આ ગ્રહ શનિ બાદ સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ ગણાય છે. અત્રે જણાવવાનું કે હાલ રાહુ ગુરુની રાશિમાં એટલે કે મીનમાં બિરાજમાન છે. વર્ષ 2025માં તે શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. રાહુના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે પ્રભાવ પડશે. રાહુના કુંભ રાશિમાં જવાથી કઈ રાશિઓને વધુ લાભ થશે તે ખાસ જાણો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ 18મી મે 2025ના રોજ સાંજે 5.08 વાગ શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં આગામી 18 મહિના સુધી રહેશે. આ રાશિમાં 5 ડિસેમ્બર 2026 સુધી રાહુ રહેશે.
આ રાશિમાં રાહુ છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. છઠ્ઠા ભાવમાં રાહુ હોવાથી ખુબ સારો પ્રભાવ પાડે છે. આ રાશિના જાતકોને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. આ સાથે જ આ રાશિના જાતકોને સારા પરિણામો મળશે. કાર્યસ્થળે તમારા કામને બિરદાવવામાં આવશે. પરંતુ એવા લોકોથી બચીને રહેવું જે સામે મીઠું મીઠું બોલે કારણ કે આવા લોકો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમે દરેક પ્રોજેક્ટ સમય પહેલા પૂરો કરશો. તેનાથી તમારા સહકર્મીઓ થોડા ચકિત થઈ શકે છે. લાંબા સમયથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. કોર્ટ કચેરીના કેસોમાં તમને લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સાથે જ ફાલતુ ખર્ચાથી છૂટકારો મળશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયગાળામાં રોકાણ કરવું લાભકારી સિદ્ધ થઈ શકે છે.
આ રાશિમાં રાહુ પાંચમા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને સારા પરિણામ મળશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. શિક્ષણના ક્ષેત્રમાં પણ તમે સારું પ્રદર્શન કરશો. આ સમયગાળામાં તમે ઘણું શીખી શકો છો. જે ભવિષ્યમાં તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. એકાગ્રતામાં વધારો થશે. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર સાથે કોઈ ટ્રિપ પર જઈ શકો છો. સટ્ટાબાજી, જુગાર વગેરેથી બચીને રહો, ધનહાનિ થઈ શકે. પરંતુ શેર બજારમાં પેસા લગાવવા એ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને ખુબ ધનલાભ થઈ શકે છે. કરિયરમાં પણ તમારો સારો સમય પસાર થશે.
આ રાશિના ત્રીજા ભાવમાં રાહુ બિરાજમાન રહેશે. રાહુના કુંભ રાશિમાં જવાથી આ રાશિના જાતકોને પણ સારો લાભ મળી શકે છે. પરિવારમાં ચાલી રહેલા મતભેદોનો હવે અંત આવી શકે છે. તમે વાહન, સંપત્તિ વગેરેની ખરીદી કરી શકો છો. કાર્યક્ષેત્રમાં તમને ખુબ લાભ થશે. મુસાફરી પર જઈ શકો છો. તમને સફળતા મળશે. ભાઈ બહેનો સાથે સારો સમય વીતી શકે છે. વેપારમાં જોખમ ઉઠાવવું ફાયદાકારક રહી શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ રહેશે. મિત્રો વચ્ચે ચાલી રહેલા મતભેદો દૂર થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.