PHOTOS: ચૂંટણી હાર્યા બાદ હાર્વર્ડમાં લાગી રાહુલની પાઠશાળા, વિદ્યાર્થીઓને આપી આ ટિપ્સ
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકારો બની ગઈ છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશ્વની જાણીતી યુનિવર્સિટી હાર્વર્ડ પહોંચ્યા છે. તેની સાથે જોડાયેલી તસવીરો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દુનિયાભરના અલગ-અલગ સમુદાયના હાર્વર્ડ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત થઈ અને વાતચીત કરવાનું અદ્ભુત રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિદ્યાર્થીઓ ભારત વિશે જાણવા ખુબ ઉત્સુક હતા.
સોશિયલ મીડિયા દ્વારા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ સાથે ભારતમાં સરમુખત્યારશાહીના ઉદય અને લોકતાંત્રિક રાજનીતિના પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ચીનને કારણે ઉભી થયેલી ભૌગોલિક રાજકીય સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે હાર્વર્ડના વિદ્યાર્થીઓને નવી એઆઈ ટેક્નોલોજી પર પણ ચર્ચા થઈ. કોંગ્રેસ નેતાએ વિદ્યાર્થીઓની સામે લોકતાંત્રિક મોડલ અને ભારતની દાર્શનિક તથા આધ્યાત્મિક પરંપરાઓ પર પોતાના વિચાર રજૂ કર્યાં. તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધી અમેરિકાની યાત્રા પર જઈ ચુક્યા છે, જેને લઈ ખુબ વિવાદ થયો હતો.
આ વર્ષે (2023) રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે આપેલા ભાષણને લઈને ભારતમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન ભાજપના અનેક નેતાઓએ રાહુલ ગાંધીની નિંદા પણ કરી હતી. જોકે, આ વખતે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં સામેલ રાહુલ ગાંધી સાથે ઘણા દેશોના વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે.