લોકસભામાં બેસીને કંઇક આ રીતે રાહુલ ગાંધીએ પ્રિયા પ્રકાશને આપી રહ્યા છે ટક્કર
રાહુલ ગાંધીએ શુક્રવારે લોકસભામાં સંભવત: અત્યાર સુધીનું જોરદાર ભાષણ આપ્યું. તેમના આ ભાષણમાં આરોપ પણ હતા, આંકડા પણ હતા, ઇમોશન પણ હતા અને વ્યંગ્ય પણ હતા. જેટલા તીખા અને તંજથી ભરેલું ભાષણ પોતાના મોંઢેથી આપ્યું, એટલું જ તીખું અને આક્રમણ હાવભાવ જોવા મળ્યા.
સદનમાં ગુસ્સામાં જોરશોરથી હાથ હલાવવાથી માંડીને, આંખ મારવા સુધી શુક્રવારે લોકસભામાં રાહુલ ગાંધીના ઘણ ઇમોશન જોવા મળ્યા. તે પોતાના ભાષણ દરમિયાન હસતાં જોવા મળ્યા, તો ક્યારેક આકરી વાત કરતાં જોવા મળ્યા. (ફોટો સાભાર PTI)
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આપેલા પોતાના ભાષણના અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું 'તમારા લોકોમાં મારા માટે નફરત છે, તમે મને પપ્પૂ અને ખૂબ ગાળો આપીને બોલાવી શકો છો, પરંતુ મારા અંદર તમારા માટે નફરત નથી. એટલું કહ્યા બાદ રાહુલ ગાંધી પોતાની સીટ પરથી ઉભા થઇને સીધા પીએમ મોદી પાસે પહોંચ્યા અને તેમને ગળે લગાવી દીધા. રાહુલ ગાંધી અને પીએમ મોદીને આમ ગળે લાગતાં જોઇ સદન આખું હસી પડ્યું. (ફોટો સાભાર PTI)
પરંતુ પીએમ મોદીને ગળે લગાવી જેવા રાહુલ ગાંધી પોતાની જગ્યા પર પરત ફર્યા, તે કોઇવાત પર આંખ મારતા નજરે પડ્યા. તમને યાદ અપાવી દઇએ કે પોતાની આંખો કંઇક આવા જ અંદાજના લીધે મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર પણ રાતોરાત હિટ થઇ ગઇ હતી. (ફોટો સાભાર PTI)
પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેંદ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે તે મોટા બિઝનેસમેનનો સહયોગ કરે છે પરંતુ દેશના ગરીબો માટે, તેમના દિલમાં સ્થાન નથી. રાહુલ ગાંધીએ પીએમ પર નિશાન સાધતાં કહ્યું હવે પીએમ મોદી ઇમાનદાર રહ્યા નથી, એટલા માટે તે મારી સાથે નજર મિલાવી શકતા નથી. (ફોટો સાભાર PTI)
રાહુલ ગાંધીએ કહ્યું કે આખા દેશે જોયું કે મેં સાચું કહ્યું છે એટલા માટે પીએમ મોદી મારી સાથે આંખો મિલાવી શકતા નથી. રાહુલ ગાંધીએ પીએમ મોદી એજેંડા વિના ચીન જાય છે અને ડોકલામ પર વાત કરતા નથી. તેમણે સૈનિકો સાથે દગો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં લોકો મૃત્યું પામે છે, મારઝૂડ કરવામાં આવે છે, કચડવામાં આવે છે પરંતુ પીએમ મોદી મોંઢામાંથી એક શબ્દ બોલી બોલી રહ્યા નથી. (ફોટો સાભાર PTI)