આજનો દિવસ હેમખેમ કાઢી લેજો! પહેલીવાર ગુજરાતના 33 જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની ભયાનક આગાહી
હવામાન વિભાગના અપડેટ અનુસાર, ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. આવામાં ખરેખર ઈંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે. કમ કે, આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાઇ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામા સિસ્ટમ સક્રિય છે.
રાજ્યમાં વર્તમાન વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યુ કે, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આવી સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને મોટી આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે તેવી આગાહી કરી છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામાં સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી કરી છે. અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસવાની આગાહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો રહેશે. તેમણે કહ્યું કે, ડીપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે, જેની અસરથી આવનારા 36 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિ ભારે વરસાદ પડશે, સાવધાન રહેજો.